પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી, સીપીએમ ઉમેદવાર સલીમની કાર પર હુમલો

0
205

રાયગંજ,તા.૧૮
પશ્ચિમ બંગાળના રાયગંજમાં ટીએમસી કાર્યકર્તાઓના હોબાળા બાદ હવે સીપીએમ ઉમેદવાર મોહમ્મદ સલીમની ગાડી પર હુમલો થયો છે. ઇસ્લામપુર વિસ્તારમાં સલીમની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, સીપીએમ ઉમેદવાર અને હાલના સાંસદ મોહમ્મદ સલીમનો કાફલો ઇસ્લામપુર વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમની ગાડીઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.
રાયગંજથી ૧૧૦ કિમી દૂર ઇસ્લામપુર બૂથ પરથી મોહમ્મદ સલીમ અન્ય બૂથ પર જઇ રહ્યા ત્યારે અચાનક કેટલાક લોકોએ તેમના કાફલા પર પથ્થર ફેંકિયા હતા. જા કે સલીમ સુરક્ષિત રીતે બૂથ પર પહોંચી ગયા હતા. તેમણે પથ્થર ફેંકનારા અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે.
આ સિવાય દાર્જીલિંગ સંસદીય ક્ષેત્રના ચોપરા વિસ્તારમાં પણ હિંસા ભડકી ઉઠી હતી. અહીં કેટલાક લોકોએ હાઇ-વે પર ટ્રાફિક જામ કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY