
મુંબઈ,તા.૧
બોલીવૂડમાં હંમેશા કાસ્ટિંગ-કાઉચનો મુદ્દો સામે આવતો રહે છે. બહારથી આ દુનિયા જેટલી ગ્લેમરથી ભરેલી જોવા મળે છે અંદર તેટલીજ કડવાશ પણ છે. ઘણી બધી અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચને લઈને ખુલીને વાત પણ કરી છે. ત્યારે હવે અભિનેત્રી રિચા ચઢ્ઢાએ કાસ્ટિંગ કાઉચ વિશે નિવેદન આપ્યું છે.
રિચા ચઢ્ઢાએ કહ્યું, તેને ઘણી વાર કાસ્ટિંગ-કાઉચનો સામનો કર્યો પરંતુ તેણે ક્યારેય તેની પસંદગી નથી કરી. પછી ભલે તેના કારણે તેના કરિયરનો રસ્તો આસાન કેમ ન હોય. ખુલીને વાત કરનારી રિચા ચઢ્ઢાએ તેના વેબ શો ધ ગર્લ ટ્રાઈવમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.
રિચાએ કહ્યું જરૂરી નથી કે તમારે ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તેમાથી પસાર થવું પડે.
રિચાએ કહ્યું કંઈક એવું છે જે મહિલા અને પુરૂષ બંનેને લાગૂ પડે છે, જે આમાં આવવા માંગે છે. મે મારા તમામ રોલ ઓડિશન અને છેલ્લી ફિલ્મોમાં નિભાવેલા રોલ પોતાના દમ પર મેળવ્યા છે. કાસ્ટિંગ કાઉચ વગર રોલ મેળવવો મુશ્કેલ છે પરંતુ શક્ય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



