
મુંબઈ,તા.૧
કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ વિવાદોમાં ફસાઈ રહી છે. ફિલ્મ રીલીઝ પહેલા જ સતત વિવાદોમાં છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હવે આ ફિલ્મમાં સોનૂ સૂદ નહી હોય. સોનૂ સૂદનું ‘મણિકર્ણિકા’ ફિલ્મમાંથી નીકળવાનું કારણ નિર્માતા સાથે મતભેદ અને ફિલ્મ ‘સિમ્બા’ને લઇને તેની વ્યસ્તતા જણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી કંગના રનૌતે આ વાતનો ખુલાસો કર્યો.
કંગનાએ કહ્યું કે, “ગત વર્ષનાં અંતમાં શૂટ કર્યા બાદથી હું સોનૂ સૂદને મળી નથી. તે ‘સિમ્બા’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. એટલા સુધી કે તે અન્ય કાસ્ટ સાથે તાલમેલ બેસે તેવી ડેટ પણ આપી શક્યો નથી. તેણે કામ કરવાથી ના કહી દીધી છે. સોનૂ મારો સારો દોસ્ત છે અને તેની વિનંતી પર મે તેની એક ફિલ્મનું મ્યૂઝિક પણ લોન્ચ કર્યું હતુ જે તેના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું હતુ. સોનૂ પાસે ફિલ્મ માટે ડેટ્સ નથી. સાથે જ કંગનાએ એ પણ કહ્યું કે સોનૂ મહિલા નિર્દેશકો સાથે કામ કરવા નથી ઇચ્છતો.
આ ઉપરાંત કંગનાએ ખુલાસો કર્યો કે, “ફિલ્મમાં કેટલાક સીન્સ સોનૂએ ખૂદ લખ્યા હતા. આ સીન કુસ્તી પર હતા. તે ઇચ્છતો હતો કે તેના દ્વારા લખવામાં આવેલા સીન્સ ફિલ્મમાં લેવામાં આવે, પરંતુ નિર્માતાઓએ તેવુ કરવાનું ના કહી દીધું. સોનૂ આ માટે છેલ્લા ૪ મહિનાથી બોડી બનાવતો હતો. મને આ વિશે નહતી ખબર. ના તો હું ફિલ્મની નિર્દેશક છું. એ સીન્સને ફિલ્મમાં ના લેવાનો નિર્ણય નિર્દેશકોએ લીધો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




