
મુંબઈ,તા.૧
પ્રોડ્યુસર બોની કપૂર અને દિવગંત એક્ટ્રેસ શ્રીદેવીની મોટી દિકરી જાહ્નવી કપૂરને બોલિવુડમાં ઇશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ધડક’ માં લોન્ચ કર્યા પછી ફિલ્મ મેકર કરણ જોહર તેમની બીજી દિકરી ખુશી કપૂરને લોન્ચ કરવાની પ્લાનિંગ કરી રહ્યો છે. કરણ જોહર ખુશી કપૂરને બોલિવુડના કિંગ ખાન શાહરૂખના દિકરા આર્યન ખાનની સાથે લોન્ચ કરી શકે છે.
સૂત્રોનુસાર, કરણે ખુશી અને આર્યનના ડેબ્યુને લઇને એક શાનદાર સ્ક્રીપ્ટની શોધ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ખુશીના ઍક્ટિંગની જ્વાબદારી કરણ જોહરે લીધી છે.
કહેવાઇ રહ્યું છે કે, ખુશી અને આર્યનના ડેબ્યુ માટે ફિલ્મમેકર કરણ જોહરે મોટા પ્લાન તૈયાર કર્યા છે. જોકે કરણ તરફથી આ અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. ખુશી અને આર્યન બંનેની પર્સનાલિટી ઘણી શાનદાર છે. હાલમાં આ સ્ટાર કિડ્સ પોતાના અભ્યાસ અને ગ્રુમિંગ ક્લાસિસ એટેન્ડ કરી રહ્યા છે.
કરણ જોહર અત્યાર સુધી ઘણા એક્ટર્સને લોન્ચ કરી ચૂક્યો છે. જેમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સિદ્ઘાર્થ મલ્હોત્રા, જાહ્નવી કપૂર, અને અનન્યા પાંડેને કરણે બોલિવુડમાં લોન્ચ કર્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




