દેખાવો દરમ્યાન હિંસાથી થતા નુકસાન પર વળતર ચૂકવવું પડશે : સુપ્રિમ કોર્ટ

0
8

ન્યુ દિલ્હી,તા.૨
પ્રદર્શન દરમ્યાન જાન માલને નુકશાન પહોંચાડવાના બનાવોને સુપ્રીમે ગંભીરતાથી લઇને તેને રોકવા માટે દિશા નિર્દેશો બહાર પાડયા છે. પોલીસ ઓફીસરોની જવાબદારી નકકી કરીને કહેવાયું છે કે આવા નુકસાન માટે પીડીતને વળતર આપવામાં આવે. પોલીસે જા લાપરવાહી કરી હોય તો તેના પર ખાતાકીય પગલા લેવામાં આવે. દેશભરમાં સીનેમા ઘરો, થીયેટરો અને બીજી સાંસ્કૃતિક સંસ્થાઓ વિરૂધ્ધ ફિલ્મ પ્રદર્શન અથવા સાંસ્કૃતિક પ્રોગ્રામની વિરૂધ્ધ થતી હિંસાઓ સામે કરાયેલી અરજી પર સુપ્રીમે આ આદેશ આપ્યો હતો. સુપ્રિમે કહયું કે ૧૭ જૂલાઇએ મોબ લીંચીંગ કેસમાં જે આદેશો અપાયા હતા, તે પણ ભીડ દ્વારા કોઇનો જીવવ લેવા પર લાગુ પડશે. બીજા આદેશો સરકાર ૮ સીપ્તાહમાં લાગુ કરવાનું કહેવાયું છે. ચીફ જસ્ટીસ દિપક મિત્રા, જસ્ટીસ એ. એમ. ખાનવીલકર અને જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડની બેંચે પોતાના ચુકાદામાં કહયું કે અમને એ ચિંતા છે કે કેટલાક લોકો અથવા ગ્રુપ ગુનો કરે છે અને પોતાની જાતને નૈતિકતાના રક્ષક માને છે. આવા લોકો ગેરકાયદેસર રીતે પોતાના પાવરનો ઉપયોગ કરે છે. તેમને રોકવા માટે ઉપચારાત્મક અને દંડાત્મક જાગવાઇ જરૂરી છે.
નોડલ ઓફીસર (એસ. પી. રેંક) એવા તમામ થિયેટર, સાંસ્કૃતિક સંસ્થાઓનું લીસ્ટ બનાવે, જયાં છેલ્લા પાંચ વરસમાં તોફાન થયા હોય. જા કોઇ વ્યકિત શાંતિપૂર્ણ પ્રદર્શનમાં પણ હથિયાર લઇને જાય તો એવું માનવામાં આવે કે તે હિંસા કરી શકે છે. રાજયો પાસે રેપીડ રીસ્પોન્સ ટીમ હોવી જાઇએ, જે ભીડ હીંસા પર તરત એકશન લે. હિંસાના મામલાઓ માટે એક સ્પેશ્યલ હેલ્પ લાઇન હોવી જાઇએ. પોલીસ સાયબર સુચના પોર્ટલ પણ બનાવે.
નોડલ ઓફીસર ફાયર બ્રિગેડ, હોસ્પીટલ અને સ્થાનીક પોલીસ જેવી સ્થાનીક ઇમરજન્સી સર્વિસ સાથે કો-ઓર્ડીનેશન જાળવી રાખે જેથી તેનો ઉપયોગ થઇ શકે. ભીડને કંટ્રોલ કરવા માટે વોરકેનન, આંસુ ગેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે. તોફાન કરવા વાળાની ધરપકડ કરવામાં આવે. નોડલ ઓફીસર હિંસાવાળી જગ્યાએ સોશ્યલ મીડીયા પર કંટ્રોલ રાખવા પગલા લે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY