ઇઝરાયેલ : ૧૨ છોકરાઓએ ૧૯ વર્ષીય યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યુ

0
18

રોમ,તા.૨૦
એક ૧૯ વર્ષની છોકરીએ એવો દાવો કર્યો છે કે જ્યારે તે મોડી રાતે હોટલના એક રૂમમાં ગઈ તો અચાનક એનાં ૧૧ મિત્ર ત્યાં પહોંચી ગયા અને બધાએ વારાફરતી દુષ્કર્મ આચર્યું. આ વાત છે સાઈપ્રસની કે જ્યાં બ્રિટિશની એક છોકરી એક બજેટ રિસોર્ટમાં રોકાઈ હતી.
છોકરીએ એવું સ્વીકાર્યું કે તે એક છોકરા સાથે રૂમમાં હતી અને એનાં ૧૧ મિત્ર ત્યાં પહોંચ્યાં હતા અને બધાએ વારાફરતી દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ બધા ૧૨ છોકરાઓ પર રેપ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બધા આરોપી છોકરાઓ ઈઝરાયલનાં રહેનાર છે. યુવતીએ કહ્યું કે જ્યારે હું બેહોશ થઈ ગઈ ત્યારે છેક મને છોડી. છોકરીનાં શરીર પર કેટલાય ચોટનાં નિશાન છે.
છોકરીનાં કહેવા પ્રમાણે રાતે ૧ વાગ્યાં સુધી આરોપી છોકરાઓએ એનો રેપ કર્યો. જો કે પોલીસને છોકરીએ કહ્યું કે એક છોકરા સાથે તે પહેલા પણ સંબંઘ બાધી ચૂકી છે. પોલીસે ઈઝરાયલનાં છોકરાઓની ધરપકડ કરી લીધી છે. તાજા રિપોર્ટ પ્રમાણે છોકરી હવે નવી હોટલમાં સિફ્ટ થઈ ગઈ છે. જો કે આ જ છોકરાઓ પર એક બીજી છોકરીએ આરોપ લગાવ્યો કે રૂમમાં ઘુસી આવ્યાં હતા અને સેક્સની ડિમાન્ડ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY