બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધી.જન્મભુમિ હાઈસ્કુલમાં સિનીયર હેડ.ક્લાર્ક તરીકે ફરજબજાવતા દિનેશભાઈ શાહ ની વય મર્યાદા પુર્ણ થતા રાણપુરની નારેચણીયા હનુમાનની વાડી ખાતે ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો.છેલ્લા ૩૮ વર્ષથી ધી.જન્મભુમિ હાઈસ્કુલમાં કારકુન તરીકે નિષ્ટા પુર્વક ફરજ બજાવતા હતા.
દિનેશભાઈ શાહ પોતાની કામગીરી અને સ્વભાવ ને લઈ ભારે લોક ચાહના મેળવી હતી.દિનેશભાઈ શાહ ના વિદાય સમારોહ ના પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશનના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા કમીટી મેમ્બર નરેન્દ્રભાઈ દવે,પ્રકાસભાઈ સોની, રાજેશભાઈ શાહ,વામનભાઈ સોલંકી દ્વારા દિનેશભાઈ શાહ ને શ્રીફળ અને સાકર નો પડો આપવામાં આવ્યો હતો.આ સમારોહ માં અમદાવાદ ગ્રામ્યના ડી.ઈ.ઓ.રાકેશભાઈ વ્યાસ,જન્મભુમિ હાઈસ્કુલના આચાર્ય અનિલભાઇ ગોહિલ,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,રાણપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી,માનભા પરમાર,જાણીતા ડો.જગદીશભાઈ પંડ્યા,રાણપુર જૈન સમાજના આગેવાનો,સોની સમાજના આગેવાનો,દરબાર સમાજના આગેવાનો,મુસ્લિમ સમાજના આગેવાનો સહીત રાણપુર ની તમામ સ્કુલો ના આચાર્ય,શિક્ષકો,જન્મભુમિ હાઈસ્કુલ નો સ્ટાફ હાજર રહ્યો હતો..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




