સિંગાપોર,તા.૧૧
સિંગાપોર એરલાઈન એક નવું સાહસ કરવા જઈ રહી છે જેમાં તે દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટ ઉડાડવાની સિદ્ધી પ્રાપ્ત કરશે. આ ફ્લાઇટ સતત ૧૯ કલાક સુધી હવામાં સફર કરશે. ફ્લાઈટ સિંગાપોરથી ઉડીને ડાયરેક્ટ ન્યૂ યોર્કમાં લેન્ડ કરશે.
સિંગાપોર ફ્લાઇટ એસકિયું૨૨ એરબસ એ૩૫૦-૯૦૦યુએલઆર વિમાનનો ઉપયોગ કરશે. આ વિમાનમાં કુલ ૧૬૧ યાત્રી સવાર હશે જેમાં ૬૭ બિઝનેસ કલાસ અને ૯૪ પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં હશે. વિમાનમાં ઇકોનોમી ક્લાસ રખાયો નથી.
ફ્લાઇટ ક્રૂમાં બે ફર્સ્ટ ઓફિસર અને ૧૩ કેબિન ક્રૂ પણ સવાર હશે. કાર્યબોજને ધ્યાનમાં રાખતા એરલાઇને જણાવ્યું કે, પ્રત્યેક વ્યકિતને ઓછામાં ઓછો ૪ ક્લાકનો રેસ્ટ મળશે.૧૬૭૦૦ કિમી લાંબી મુસાફરી હોવાથી આ ફ્લાઇટમાં મુસાફરો માટે વેલનેસનું ખાસ મેનુ સમાવાયું છે. આ ઉપરાંત સાત સપ્તાહથી વધુ ચાલે તેટલું ફિલ્મ અને ટીવી મનોરંજન પણ આ ફ્લાઇટમાં મળી રહેશે.
યાત્રીઓને સતત ૧૯ કલાક સુધી સીટ પર બેસી રહેવું પડશે જે અત્યંત મુશ્કલ છે. પરંતુ તેમના માટે વિવિધ ઓડિયો અને વિઝ્યુલ સહિત મનોરંજંનના માધ્યમોને સમાવવામાં આવ્યા છે. ફ્લાઇટમાં જમવા અંગે એરલાઇને જણાવ્યું હતું કે, અમે ફ્લાઇટમાં ઓર્ગેનિક ખાનપાનની વ્યસ્થા કરી છે.
વિમાનને એવી રીતે ડિઝાઇન કરાયું છે કે, વિમાનની કેબિનની છત સામાન્ય છત કરતા થોડી ઉંચી છે, વિમાનની બારીઓનું કદ પણ વધારાયું છે અને વિમાનની લાઇટિંગને પણ ખાસ રીતે ડિઝાઇન કરાઇ જેથી સ્ટ્રેસમાં ઘટાડો થઇ શકે.હેલ્થ કેર નિષ્ણાત રાહનુ ભુલર જણાવ્યું હતું કે, ફ્લાઇટમાં હાઇડ્રેશન અને ખોરાક સમયસર મેળવવું એ મહત્વના પરિબળ છે અને સાથે વધારે પડતા દારૂના સેવન પર પણ નિયંત્રણ રખાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




