ગરીબોને છેહ : સરકારની નીતિને ઘોળીને પી જતું “ઔડા”

0
8

રાજ્ય સરકારે ૧૯૮૭માં ગરીબોને ૨૫ વારના પ્લોટ ફાળવવાનો નિર્ણય કર્યો જે ૧૯૯૯માં રદ કરીને તેની સામે સુવિધાપૂર્ણ આવાસો બાંધી આપવાની નીતિ અમલમાં મુકેલ જેનો અમલ ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહાનગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ સત્તા મંડળો જેવી એજન્સીઓ નક્કી કરવામાં આવી હતી અને હાલ અમલમાં છે પરંતુ સરકારની પ્રિય એવી ‘ઔડા’ દ્વારા બાંધવામાં આવતા આવાસોમાં ગરીબો માટે આવાસનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. ઔડા સરકારની નીતિને ઘોળીને પી ગઈ છે અને સરકારની આબરૂના લીરા ઉડાવ્યા છે જે આવનાર સમયમાં સરકારને માટે નુકસાનરૂપ બની રહે તે પહેલા સરકાર જાગી જાય તે ખુબ જ જરૂરી છે. નહિ તો ગરીબોની સરકાર ગરીબોના નામે જે સુત્રો પોકારે છે, યોજનાઓ જાહેર કરે છે તે માત્ર કાગના વાઘની જેમ કાગળ પરની જ જાહેરાતો બની રહેશે.
આ બાબત પ્રાપ્ત માહિતી અનુસાર તા.૩૦-૦૫-૮૭થી ગરીબોને વ્યક્તિગત ધોરણે ૨૫ વારનાં પ્લોટ આપવાની યોજના અમલમાં મુકવાનું ઠરાવેલ ત્યાર બાદ શહેરી જમીન ટોચ મર્યાદા ધારો રદ કરવામાં આવેલ અને શહેરી ગરીબોને ૨૫ ચો.મી.નાં પ્લોટ સામે સુવિધાપૂર્ણ આવાસો બાંધી આપવાની નીતિ અમલમાં મુકી તેનો અમલ કરવાની જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહાનગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ સત્તામંડળો જેવી એજન્સીઓને સોંપવામાં આવી હતી.
આ યોજના અમલમાં આવ્યા બાદ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જેથી જે અરજદારોએ અગાઉ અરજી કરી પ્લોટની કબજા કિંમત સરકારી તિજારીમાં જમા કરાવેલ હોય તેવાઓને જે તે આવાસ યોજનામાં અરજી કરવા સાથે રૂપિયા ભર્યાના પુરાવા રજૂ કરવા નિર્ણય કરેલ જેથી આવા અરજદારોને આવાસો ફાળવ્યા બાદના બાકી આવાસો માટે ડ્રો કરી આવાસો ફાળવવા નીતિ અમલમાં મુકી હતી અને સરકારે પરિપત્ર જે-તે સંબંધિત એજન્સીઓને તથા તંત્ર વાહકોને મોકલી આપેલ જેમાં એક યા બીજા કારણોસર નાયબ/અધિક કલેકટર અથવા કલેક્ટરોએ નિમેલ સમિતિ તરફથી લાભાર્થીઓની યાદી ગૃહ નિર્માણની અમલીકરણ એજન્સીઓ ગુ.હા.બોર્ડ, કોર્પોરેશન સત્તામંડળો વગેરેને સંકલનના અભાવે સમયસર અગ્રતા ક્રમે મકાનો ફાળવવાની બાબત લટકી પડી હતી. જેના કારણે કોર્ટમાં પીટીશન પણ થઇ હતી. જેમાં કોર્ટે છ માસમાં અગ્રતાધોરણે ૨૫ ચો.મી. પ્લોટ ફાળવી દેવા નિર્દેશ આપેલ.
કોર્ટનાં નિર્દેશ બાદ રાજ્ય સરકારે જે લાભાર્થીઓએ સરકારમાં નાણા જમા કરાવેલ તે અરજદારોને અગ્રતાક્રમે સુવિધાપૂર્ણ આવાસ ફાળવવાનો નિર્ણય કરી તમામ હાઉસિંગ એજન્સીઓને જાણ કરતા ગુ.હા.બોર્ડ, મહાનગરપાલિકાઓએ સરકારના નિર્ણયનો અમલ કર્યો પરંતુ ઔડાએ સરકારના નિર્ણયનો અમલ ન કરી પરિપત્રના ચીંથરા ઉડાડી મુક્્યા છે. તાજેતરમાં ઔડા દ્વારા જે આવાસ યોજનાની જાહેરાત કરી છે તેમાં સરકારી નિર્ણયમાં જે લાભાર્થીને લાભ આપવાના છે તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી ગરીબ લાભાર્થીઓને નુકશાન થશે અને સરકારને પણ ભવિષ્યે નુકશાન થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY