સિઓલ,તા.૪
૫જી મોબાઇલ નેટવર્ક શરુ કરવામાં દક્ષિણ કોરિયાએ ઉપલબ્ધિ હાસિલ કરી છે. ૩ એપ્રિલ, બુધવારના રોજ ૧૧ વાગે સિયોલ ખાતે ૫જી સેવા શરુ કરવામાં આવી છે. જો કે ૫જી લોન્ચની તારીખ ૫ એપ્રિલ નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમેરિકી કંપનીઓને માત આપવા માટે તથા દક્ષિણ કોરિયાએ બે દિવસ અગાઉ ૫જી સેવા શરુ કરી. ૪જીની સરખામણીમાં ૫જી નેટવર્ક ૨૦ ગણી ઝડપ આપશે.
દક્ષિણ કોરિયાની ટોપ ૩ ટેલિકોમ કંપનીઓ એસકે, કેટી અને એલજી યૂપ્લસે રાષ્ટ્રવ્યાપી આ યોજના શરુ કરી છે. ૫જી સર્વિસ પહેલી વખત દક્ષિણ કોરિયાના ૬ સેલિબ્રિટી ફોન પર એકિટવ કરી છે. તેના કે-પાપ બેન્ડ ઇએક્સઓના બે સભ્યોની સાથે ઓલિમ્પિક આઇસ સ્કેટિંગ હિરો કિમ-યૂ-ના સામેલ છે. આમ સામાન્ય લોકોને શુક્વારથી આ સેવાનો લાભ મળશે.
સેમસંગ ગેલેક્સી એસ૧૦ ૫જી મોડલ પહેલી વાર ૫ નેટવર્કથી શરુ કરવામાં આવશે. સેમસંગ પણ દક્ષિણ કોરિયાની કંપની છે. સેમસંગે ફેબ્રુઆરીમાં પોતાનો પહેલો ૫જી સ્માર્ટફોન રજૂ કર્યો હતો. તેની કિંમત લગભગ ૨ હજાર ડોલર છે. નિષ્ણાંતો મુજબ, સેમસંગે આ પગલુ ૫જી હેન્ડસેટ બનાવવાની રેસમાં ઉપલબ્ધિ મેળવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



