
મુંબઈ,તા.૨૨
ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે અમર કૌશિકની મેં કરેલી ફિલ્મ સ્ત્રી એક રીતે પૂછો તો વિચિત્ર ફિલ્મ છે. મેં અગાઉ આવી કોઇ ફિલ્મ કરી નથી.
૨૦૧૮માં શ્રદ્ધાની રજૂ થનારી આ પહેલી ફિલ્મ છે. ગયા વરસે રજૂ થયેલી એની ઓક્કે જાનુ, હાફ ગર્લફ્રેન્ડ અને હસીના પારકર ત્રણે ફિલ્મોએ બોક્સ આૅફિસ પર ગુલાંટ ખાધી હતી.
આમ છતાં એની ડિમાન્ડ ઘટી નહોતી. એ બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો કરી રહી છે તો ઓલિમ્પિક્સ ખેલાડી સાઇના નેહવાલની બાયો ફિલ્મ માટે પણ એેને સાઇન કરવામાં આવી હતી. રાજકુમાર રાવ સાથે એણે સ્ત્રી પણ કરી.
એણે કહ્યું, મને સ્ત્રી ફિલ્મ માટે પસંદ કરી એ માટે હું ડાયરેક્ટર અમર કૌશિકની અને પ્રોડયુસર મેડોક ફિલ્મ્સની આભારી છું. આ લોકોએ મારા માટે કોઇ ખોટા ખ્યાલ અપનાવ્યા નહોતા કે હું માત્ર રોમાન્ટિક ફિલ્મો કરું છું. એ લોકોએ હોરર કોમેડી જેવા સબ્જેક્ટ માટે પણ મારા પર પસંદગી ઉતારી એટલે મને એક નવા જેનરની ફિલ્મ કરવાની તક મળી.
‘દરેક જેનરની ફિલ્મના દર્શકો હોય છે. મને આ ફિલ્મની સ્ટોરીલાઇન સંભળાવવામાં આવી ત્યારે માત્ર પંદર મિનિટમાં મેં હા પાડી હતી. આ એક નવો વિષય હતો અને મારા માટે ચેલેંજિંગ હતો એટલે કામ કરવાની ખૂબ મજા પડી’ એમ શ્રદ્ધાએ કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




