તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે વાયગ્રા અને અન્ય સેક્સ પાવર વધારતી દવાઓનો માત્ર આનંદ માટે જ ઉપયોગ ખતરનાક છે. આના કારણે ઘણી તકલીફ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ઈડીની ટેવ પડી શકે છે. આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ તેના ઉપર આધારિત થવાની બાબત ધીમે ધીમે ફરજિયાત બને છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શરૂઆતના દિવસોમાં આનંદ માટે વાયગ્રા અને તેના જેવી અન્ય દવાઓનો ઉપયોગ કરતી યુવા પેઢીને મોડેથી આ પ્રકારની દવાઓ વગર સેક્સની મજા માણવામાં તકલીફ પડે છે. ન્યૂયોર્ક ડેલીએ અભ્યાસનું નેતૃત્વ કરી રહેલા ક્રિસ્ટોફર હાર્ટેને ટાકીને આ મુજબની વાત કરી છે. યુવાનોમાં અને ખાસ કરીને ઇડી દવાઓનો ઉપયોગ કરતા પુરુષોમાં ધીમે ધીમે આવી દવાઓનો ઉપયોગ વધે છે. આનાથી આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થતો રહે છે. પોતાના અભ્યાસમાં આ સંશોધકે ૨૨ વર્ષની વયના સરેરાશ ૧૨૦૦ પુરુષોને આવરી લીધા હતા અને ત્યારબાદ તેના તારણો જારી કર્યા છે. અભ્યાસમાં જાવા મળ્યું કે મોટાભાગના યુવાનો દરરોજ આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા નથી પરંતુ આનંદ માણવાના હેતુસર અને આ પ્રકારની દવાઓની કુશળતા જાણવાના હેતુસર પ્રયોગ કરતા હોય છે. પરંતુ આ પ્રકારના પ્રયોગ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે થોડાક સમય સુધી દવાઓના ઉપયોગ બાદ તબીબ પાસેથી ઇડીની સારવારની જરૂર પડે છે. ઓનલાઈન સર્વેમાં મોટાભાગના પુરુષોએ કબૂલાત કરી હતી કે સેક્સ ઇચ્છાને વધુ તીવ્ર બનાવવા વાયગ્રા અને અન્ય પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દવાઓના લાભ છે કે નુકશાન તેની તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ પ્રકારની દવાઓનો ઉપયોગ નહીં કરતા લોકોમાં આત્મવિશ્વાસ વધારે જાવા મળ્યો છે. અભ્યાસના તારણો જર્નલ ઓફ સેક્યુઅલ મેડીસીનમાં પ્રકાશિત થયા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


