મોદી સરકારે કરેલો ખેડૂતો સાથેનો ‘અન્યાય’ દૂર કરી અમે ‘ન્યાય’ કરીશુ : રાહુલ ગાંધી

0
7

સુપુલ,તા.૨૦
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બિહારના પ્રવાસે છે, બિહારના સુપુલમાં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે જા અમારી સરકાર બનશે તો મોદી સરકારે ખેડૂતોનો કરેલો ‘અન્યાય’ દૂર કરીશું અને ખેડૂતો સાથે ‘ન્યાય’ કરીશું. તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ દેશના ૧૫ મોટા ઉદ્યોગપતિઓનું ૫ લાખ કરોડ દેવું માફ કર્યુ હતું પરંતુ તેમની સરકાર બનશે તો આ પૈસા ખેડૂતો માટે જશે અને દેશને અલગ કૃષિ બજેટ આપીશું.
રાહુલ ગાંધીએ સભામાં કહ્યું, “નરેન્દ્ર મોદીએ તમને વચન આપ્યું હતું કે ૨ કરોડ રોજગારી આપીશ પરંતુ અહીંયા તો એમની નીતિઓના કારણે ઉદ્યોગો બંધ થઈ રહ્યાં છે અને કારખાનેદારો બિહારના મજૂરોને નોકરીમાંથી છુટ્ટા કરી રહ્યાં છે. બિહારનો ચોકીદાર ઇમાનદાર છે પરંતુ દેશનો ચોકીદાર ઇમાનદાર નથી. અમારી સરકારમાં અમે ખેડૂતો, મહિલાઓ યુવાનો માટે અલગ અલગ પ્રાવધાન કરીશું. વડાપ્રધાન મોદીના રાજમાં ઉદ્યોગપતિઓનું ૫ લાખ કરોડ દેવું માફ થયું છે પરંતુ ખેડૂત જા લોન ન ભરી શકે તો તેને નીતિશ કુમારની પોલીસ પકડવા આવે છે. અમારી સરકાર બનશે તો અમે આ સ્થિતિની ઉલ્ટાવી દઈશું.
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યુ હતું કે દરેક લોકોના ખાતામાં ૧૫ લાખ આપવાનું વચન હતું પરંતુ આપ્યા વર્ષના ૬ હજાર રૂપિયા પરંતુ અમારી સરકાર બનશે તો અમે વાર્ષિક ૭૨,૦૦૦ રૂપિયા બેંકના ખાતામાં દેશના ૨૫ કરોડ ગરીબોને સીધા આપીશું. મને ખબર નહોતી કે દેશની તીજારીમાં એટલા પૈસા છે કે ગરીબોને આપી શકાય પરંતુ જ્યારે મને ખબર પડી ત્યારે જાણવા મળ્યું કે આ પૈસા તો ગરીબોના બદલે મોદીજીના પ્રિય ઉદ્યોગપતિઓના ફાળે જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY