સેન્ટ્રલ ઝોન દ્વારા વોર્ડ નં.૧૧માં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

0
12

સુરત, તા.૨૪
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૧, નોધ નં.૨૧૧૧/અ/૨૬, ૨૪૨૭/અ/૧/અ/૧/૨ની મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૨૩/૧/૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળે આશરે ૬૫૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ તથા આશરે ૧૫૦ ચો.ફુટ ચણતરની દિવાલ દૂર કરવામાં આવેલ છે. સદર મિલ્કતમાં ડિમોલીશન પેટે મિલ્કતદાર પાસે કુલ રૂ.૨૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY