તમામ સરકારી શાળામાં ફરિયાદ પ્રશ્ન પેટી મુકવી પડશે
વલસાડ, તા.૨૪
વલસાડ જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓને શાળા કાળ દરમિયાન વિભિન્ન મુશ્કેલીઅોના નિવારણ માટે પ્રશ્ન મંજૂષા (મારી મૂંઝવણ) પેટી ફરજિયાતપણે મૂકવા જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું છે. જે ધ્યાને લઇ જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ આશ્રમશાળાઓના આચાર્યોએ ઉક્ત સૂચનાનું પાલન કરી તે અંગેની જાણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ફોટોગ્રાફસ સાથે મોકલી આપવા જણાવાયું છે.
જે અંગે એક મહિલા કર્મચારી સહિત ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ પાંચ સભ્યોની સમિતી બનાવવા તેમજ તેના અધ્યક્ષ તરીકે શાળાના આચાર્ય તેમજ મનોવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અથવા રસ ધરાવતા શિક્ષકને સભ્યસચિવ તરીકે રાખવાના રહેશે. પ્રશ્નમંજૂષા પેટી દર મહિનાની છેલ્લી તારીખે સમિતિના સભ્યો સમક્ષ ખોલી વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રશ્નો બાબતે યોગ્ય કાઉન્સેલિંગ કરવાનું રહેશે. જરૂર જણાય તો વાલીઓની હાજરીમાં પરામર્શ કરી પ્રશ્નોનું નિરાકરણ કરવું અને જા પ્રશ્ન શાળા કક્ષાએ ઉકેલી શકાય તેમ ન હોય તો તેની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને કરવાની રહેશે. વધુમાં વિદ્યાર્થીએ રજૂ કરેલા પ્રશ્નની ગોપનીયતા જળવાય તેની ખાસ કાળજી રાખવાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની નોîધ માટે રજિસ્ટર નિભાવવાનું રહેશે. આ અંગેની જાણ જિલ્લાની દરેક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ આશ્રમશાળાઅોને પત્ર દ્વારા કરવામાં આવી છે. વધુ જાણકારી માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




