રાજપીપળા ટાઉન વિસ્તારમા બસ સ્ટેન્ડ માંથી એક અજાણ્યા પુરુષ નો મૃતદેહ મળી આવેલ છે.જેને શરીરે સફેદ કલરનો ઝભો અને ભૂરા રંગની કાળી ચેક્સ વાળી લૂંગી પહેરેલ છે.જેની ઉંમર આશરે 50 થી 55 વર્ષ ની આસપાસ છે તથા કાળી દાઢી મૂછ તેમજ માથે કાળા રંગના વાળ છે.જે દિવ્યાંગ હોવાનું જણાય છે અને ફકીર હોવાનું જાણવા મળેલ છે જેના ખિસ્સામાં સિવિલ હોસ્પિટલ,રાજપીપળાનો કેસ રિપોર્ટ જેમાં તેનું નામ શબ્બીર દિવાન લખેલ છે. મરણ જનાર ઈસમ ના વાલી વારસ ની તપાસ કરતાં કોઈ વાલી વારસ મળી આવેલ નથી.આ કામે રાજપીપળા પોલીસ એ અકસ્માત મોત દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરેલ છે.જો કોઈ આ મરણ જનાર નું વાલી વારસ મળી આવે તો રાજપીપળા પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




