(જી.એન.એસ)સુરત,તા.૧૩
ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠમણાની જાણે નવાઈ જ નથી રહી તેવો માહૌલ છે. ઉઠમણાના નામે એકબીજાની ભાગીદારીમાં પ્રજાને ગેરમાર્ગે દોરી જાણે રૂપિયા ચાઉં કરી જવાનો ધંધો ચાલુ થઈ ગયો હોય તેવી ચર્ચા પણ માર્કેટમાં જાવા મળે છે. વિવર્સ-વેપારીઓ પાસેથી રૂપિયા ૭૬.૯૦ લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધવામાં આવી છે.
સુરતમાં જે રીતે દર બીજા કે ત્રીજા દિવસે લાખો-કરોડોના જે રીતે ઉઠમણાં થઈ રહ્યાં છે તે અવિશ્વનીય લાગે છે. ઘોડદોડ રોડ સીમા રો-હાઉસમાં રહેતા વેપારી અશ્વિનભાઈ રસિકલાલ શાહે આરોપી રાકેશ ઓમપ્રકાશ અગ્રવાલ( રહે. શુભમ હાઇટ્સ, પુણા) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે જે મુજબ રાકેશ અગ્રવાલે બજારમાંથી અશ્વિનભાઈ પાસેથી રૂપિયા ૧૪,૩૨,૯૬૧, વિજયભાઈ નાનાલાલ શાહ પાસેથી રૂપિયા ૧૨,૧૨,૪૯૮, અક્ષય અગ્રવાલ પાસેથી રૂપિયા ૯,૪૩,૩૯૩, મહેશભાઈ વિરાણી પાસેથી રૂપિયા ૪,૯૯,૬૦૦, સુરેન્દ્ર અગ્રવાલ પાસેથી રૂપિયા ૯,૭૮,૯૧૮, ભરતભાઈ જહાનવી ટેક્સટાઈલ પાસેથી રૂપિયા ૧૦,૭૪,૫૧૪ અને અમિતભાઈ પાસેથી રૂપિયા ૨૬,૨૨,૮૨૭ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ ચૂક્વ્યું ન હતું. આમ આ તમામ વેપારીઓ પાસેથી માલ લઈને કુલ૭૬,૯૦, ૨૮૪ની ઠગાઈ કરી ઉઠમણું કર્યું હતું. બનાવ અંગે પુણા પોલીસે ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




