ઉના,તા.૨૮
ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ ખાંભલા સામે એક આરોપીએ પોતાની પાસે ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ મુકિયો છે. આરોપીએ પોતાની આપવીતી જણાવતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ અંગે પીઆઇ જણાવ્યું હતું કે, આરોપી જે આરોપ મુકી રહ્યો છે તદ્દન ખોટો છે અને ૨૦ દિવસ પહેલા આરોપીની ૧૫૧ કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી વીડિયોમાં કહે છે કે, મારૂ નામ પ્રકાશગીરી ગોસ્વામી છે, જે તે સમયે ભાચાના મણીલાલ અને તેની પિતાએ મારા વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી હતી જેની મને ખબર પણ નહોતી. અચાનક પોલીસ મને ઉઠાવી ગઇ હતી. આખી રાક લોકઅપમાં રાખી બીજા દિવસે સવારે પીઆઇ ખાંભલાની ચેમ્બરમાં લઇ ગયા હતા. જ્યાં ખાંભલાએ જ્ઞાતિ પ્રત્યે એલફેલ બોલી બે કોન્સ્ટેબલે પકડી ખાંભલાએ ઓરલ સેક્સ કરાવ્યું હતું. બાદમાં બન્ને કોન્સ્ટેબલે મને ઢીકાપાટુનો માર માર લોકઅપમાં પૂરી દીધો હતો. વીડિયોમાં પ્રકાશ રડી રહ્યો છે. પોલીસ પોતાને મારી નાખશે તેવી આપવીતી વ્યક્ત કરતા કલેક્ટર અને મામલતદારને મદદ કરવા વિનંતી કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



