બોલો…કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલાને મગફળીનું કેટલું ઉત્પાદન થયું તેની ખબર જ નથી!!

0
28

રાજકોટ,તા.૨૮
રાજકોટમાં આજે સોમાની વાર્ષિક સાધારણ સભા યોજાઇ છે. જેમાં કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલાને મીડિયાએ સવાલ કર્યો હતો કે, આ વર્ષે મગફળીનું કેટલું ઉત્પાદન થશે ત્યારે રૂપાલાએ કહ્યું હતું કે, મને ખબર નથી અને ઉલ્ટાનો પત્રકારોને સવાલ કર્યો હતો કે, તમારે મને કહેવું જાઇએ કેટલું ઉત્પાદન આવે છે, તમે કહો કેટલું ઉત્પાદન આવવાનું છે. આવા સવાલો કરવા હોય તો તમને બધાને નમસ્કાર.
અછતગ્રસ્ત વિસ્તારો અંગે સવાલ કરતા રૂપાલાએ જવાબ આપવાને બદલે સામો સવાલ કરતા કહ્યું હતું કે, આ જુઓ કેવા સવાલો કરે છે. આ વર્ષે ભાવાંતર યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં તેનું અમલીકરણ હાલ કરવામાં આવશે નહીં. ત્રણ રાજ્યમાં ભાજપની જીત થાય છે. ત્રણેય રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાશે અને ભાજપની જીત નિશ્ચિત છે. રાજકોટ માર્કેટ યાર્ડના કમિશનર એજન્ટના પ્રમુખે જણાવ્યું હતું કે, ભાવાંતર યોજના શરૂ નહીં થાય તો યાર્ડમાં હડતાળ પાડવામાં આવશે, ૧ નવેમ્બરથી યાર્ડ બંધ રાખવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY