ઉપલેટા તાલુકાના પાનેલી ગામે ફુલઝર-૨ માંથી પિયત માટે પાણી છોડવાના મુદ્દે સરકારને જગાડવા સ્વૈચ્છિક ગામ બંધ રાખ્યું હોવા છતાં લોકોને આશ્વાસન આપવા માંથી પણ વસોયા ભાગી છૂટ્યા
જ્યાં ખરું લડવાનું હોય ત્યાં લડતા નથી અને બિન જરૂરિયાત વાળી પાયા વિહોણી લડાઈઓ લડી વસોયા સાબિત શું કરવા માંગે તેવો વેધક સવાલ !
જળ સમાધિ,રેતી ચોરી,જેતપુરનું પ્રદુષિત પાણી,ખેડૂતો માટે કોંગ્રેસ પ્રેરિત અર્ધનગ્ન વિરોધ,ભાદર ડેમના પાટિયા જાતે ખોલવાની મોટા ઉપાડે જાહેરાત જેવા અનેક કાર્યક્રમો પરિણામલક્ષી ન નિવડતા નીચા જોણું થયું !
વસોયાના હોમ ગ્રાઉન્ડ ધોરાજીમાં પણ પાલિકામાં પોતાની આબરૂ બચાવવા ગાંધીછાપ થપ્પીઓનો સહારો લેવો પડ્યો તેવી લોકચર્ચાઓ !
ધોરાજી તથા ઉપલેટાના ધારાસભ્યને ગત વિધાનસભાની ચૂંટણીઓમાં લોકોએ તેમના પર વિશ્વાસ રાખી ખોબલે ખોબલે મત આપી ચૂંટીને મોકલ્યા છે ત્યારથી સત્તાના કેફમાં આવેલ વસોયાના મનમાં લોકો પ્રશ્નો એટલે શું તેવો ઘાટ સર્જાયો છે.વિગતે વાત કરીએ તો પોતાના વિસ્તારના લોકપ્રશ્નોને નેવે મૂકી વસોયા રાજ્યકક્ષાએ લાઈમ લાઈટમાં રહેવા વસોયા સતત મથી રહ્યા છે જે વિશે વિગતે વાત કરીએ તો તેમના હોમ ગ્રાઉન્ડ એવા ધોરાજીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે વસોયા અમુક રાજકીય મુદ્દાઓને માથે ચડાવી તેની પર લડત લડી રાજકીય છેત્રે પોતાનું કદ વધારી સ્થાનિક પ્રજાની અવગણના કરી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે.
હાલ તાજેતરમાં વધુ એક આવી જ ઘટના તેમના મત વિસ્તાર પાનેલીમાં બની હતી કે જેને ચૂંટણી વેળાએ ધારાસભ્ય વસોયાનો સેફ ઝોન ગણવામાં આવતો હતો. .પાનેલીની ઘટના વિશે જાણકારી મળતી જાણકારી મુજબ ગતરોજ સમગ્ર પાનેલી ગામે સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી સરકાર દ્વારા કરાયેલ ફુલઝર-૨ ડેમમાંથી પિયત માટે પાણી છોડવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવેલ હતો અને ગામલોકો સાથે વિગતે વાત કરતા તેઓએ જણાવેલ કે હાલ કુલ ડેમની ઉંડાઈ ૪૦ ફૂટ છે જ્યારે તેમાંથી ૩૪ ફૂટ તો ગાર છે અને માત્ર ૬ જ ફૂટ પાણી છે તેની સામે પાનેલી ગામની ૧૫૦૦૦ જેટલી વસ્તી છે.જો સરકાર આવો તઘલખી નિર્ણય લઈ અને તેમાંથી પિયત માટે પાણી છોડે તો ગામ લોકો આવનાર ભવિષ્યમાં પીવાના પાણીથી વંચિત રહે તેવી પરિસ્થિતિ સર્જાવાની વકી છે ત્યારે ગામ લોકો દ્વારા ડેમના પાણીને પીવા માટે જ અનામત રાખવાની માંગ સાથે ધંધા-રોજગાર બંધ રાખી સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
પરંતુ સમગ્ર ઘટનાક્રમ તથા લોકોની માંગણીઓ વિશે વિસ્તારના તથા સતત લોકોને સાથે તેઓ છે તેવી મોટી ગુલબાંગો પોકારનારા ધારાસભ્ય વસોયા તો જાણે અજાણ હોય તેવો ઘાટ સર્જાયો છે.કારણ કે તેઓ ગામ તથા ગામલોકોની સમસ્યા સારી રીતે જાણતા હોય તો સરકારમાં નાની-નાની વાતોમાં મોટી-મોટી રજૂઆત કરનારા ધારાસભ્ય વસોયા આટલી મહત્વની રજૂઆત કરવાનું ચૂકી ન ગયા હોય તેવું ચોક્કસ પણે માનવામાં આવી રહ્યું છે જ્યારે સિક્કાની બીજી બાજુ જોતા લોકહિત કરતા અંગતહિતના પ્રશ્નોને વધુ ઉજાગર કરનારા ધારાસભ્ય વસોયાને આમાં અંગત હિત નહિ દેખાયો જેને લઈને પણ તેઓ આ મુદ્દે અળગા રહ્યા હોવાનું પણ તેમની નજીકના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.જ્યારે રોજ-બરોજ બનતી આવી ઘટનાઓને લીધે ધારાસભ્ય વસોયા ધીરે-ધીરે પોતાની લોકચાહના ગુમાવી રહ્યા છે અને જેને લઈને જ તો તેના અંગત સાથીદારોએ આવનારી લોકસભાની ચુંટણીઓ વેળાએ પોતાની બાજી સુધારવા વસોયાની છાવણી મૂકી બીજી છાવણીઓમાં પોતાના હોદાઓની ગોઠવણમાં વ્યસ્ત બનેલ છે.
એજાજ બોઘાણી જેતપુર 9825247739
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






