હું છું વિકાસ હું છું ગુજરાત..!! : ૧૦૫૯૩૮ કુપોષિત બાળકો સરકારનો ૧૨૩૭૨ કરોડનો ખર્ચ છતાં કુપોષણનું કલંક..??

0
103

ગાંધીનગર,
તા.૨૨/૦૩/૨૦૧૮

ગુજરાતના આરોગ્ય વિભાગની હાલત કથળેલી હોવાનું નીતિ આયોગે દર્શાવ્યું છે ત્યારે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થતો જાય છે. બાળકોને પોષણ આપતી સરકારની યોજનાઓ અસરકારક પરિણામ આપી શકતી નથી. છેલ્લા ૧૦ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે જ્યારે બજેટમાં ફાળવેલી રકમનો પૂરેપૂરો ખર્ચ પણ થઇ શકતો નથી.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પોષણની સેવાઓ માટે સરકારે ૧૨૩૭૨ કરોડનો ખર્ચ કર્યો છે અને તેનાથી ૪૪.૫૦ લાખ બાળકોને પોષણની સેવાઓ આપી છે.

૨૦૧૫-૧૬ના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતના ૩૮.૫ ટકા બાળકો સામાન્ય કરતાં ઓછી ઉંચાઇ ધરાવતા હતા. ૨૬.૪ ટકા બાળકો કુપોષિત અને કમજાર હતા અને ૩૯.૩ ટકા બાળકો સામાન્ય કરતાં ઓછું વજન ધરાવતા હતા. આ તમામ કુપોષિત બાળકોના લક્ષણો છે.

મધ્યાહ્ન ભોજન, દૂધ સંજીવની, આંગણવાડીમાં ગરમ નાસ્તાની યોજના આવાં રૂપાળા નામો હેઠળ અનેક યોજનાઓ સરકારી ચોપડે ચાલી રહી છે છતાં વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાંથી હજુ કુપોષણનું કલંક દૂર કરી શકાયું નથી. સરકારના આંકડા ચોંકાવનારાની સાથે ચિંતા જન્માવે તેવા છે.

ગુજરાતની ૧૪મી વિધાનસભાનું પ્રથમ સત્ર હાલ ચાલી રહ્યું છે. આ સત્રમાં ખુદ રાજ્ય સરકારે એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડાઓ જાહેર કર્યા તે જ બતાવે છે કે સરકારમાં કરોડો રૃપિયાની યોજનાઓ ચાલી રહી છે, પણ તેનું પરિણામ મળતું નથી.

ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં મળી ૧૦૫૯૩૮ બાળકો કુપોષિત છે. સૌથી વધુ વડોદરા જિલ્લામાં ૭૬૨૫ જ્યારે બીજા ક્રમે દાહોદ જિલ્લામાં ૭૪૧૯ અને ત્રીજા ક્રમે ખેડા જિલ્લામાં ૭૦૦૮ બાળકો ડિસેમ્બર ૨૦૧૭ની સ્થતિએ કુપોષિત છે. એવું નથી કે આદિવાસી વસતી ધરાવતા જિલ્લાઓમાં જ કુપોષિત બાળકો છે. સરકારના અધિકૃત અહેવાલ મુજબ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરા જિલ્લામાં અને સૌથી ઓછા બોટાદ જિલ્લામાં ૪૮૯ બાળકો કુપોષિત છે.

સામાન્ય રીતે ગુજરાતની ઇમેજ એક સુખી સંપન્ન રાજ્યની છે. ગુજરાતમાં ક્્યાંય પણ એવા ભૂખમરાની હાલત નથી કે આવી સ્થતિ જાવા મળે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પણ બે ટંકનો રોટલો તો દરેકને મળી શકે છે. ઝૂંપડામાં રહેનારા પણ ભૂખ્યા સૂતા નથી હોતા. આમ છતાં ગુજરાતના ૩૦ જેટલા જિલ્લાઓમાં કુપોષિત બાળકો હોવા એ સરકાર જ નહીં, સામાજિક સંસ્થાઓ માટે પણ ચિંતાનો વિષય છે.

ક્યારે કેટલા રૂપિયા ખર્ચાયા

વર્ષ         રકમ (કરોડમાં)

૨૦૧૧-૧૨      ૧૩૩૮
૨૦૧૨-૧૩      ૧૮૧૫
૨૦૧૩-૧૪      ૧૯૦૫
૨૦૧૪-૧૫      ૧૭૦૨
૨૦૧૫-૧૬      ૧૯૫૯
૨૦૧૬-૧૭      ૨૩૧૫
કુલ             ૧૨૩૭૨

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY