અમદાવાદ,
તા.૭/૩/૨૦૧૮
ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર હવામાં જ છે. બાકી અહીં સૌથી વધુ દારૂ વેચાય છે. તેનો ધંધો થાય છે અને તેને પીનારાની પણ કોઇ જ કમી નથી. રાજ્યમાં ગત બે વર્ષમાં ૧૬૬ કરોડ રૂપિયાનો દારૂ સિઝ કરવામાં આવ્યો છે. આપને વિશ્વાસ નહીં થાય પણ છેલ્લા એક વર્ષ દરમિયાન દર કલાકે ૫૫૪ લિટર દારૂ ઝડપાયો છે.
જેમાં અમદાવાદમાં સૌથી વધુ દારૂ વેચાય છે અને ઝડપાય પણ છે. બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચે છે. પોલીસની નાક નીચે બધુ જ થાય છે પણ તેનાં વિરુદ્ધ કોઇ એક્શન લેવાતા નથી. ઉપરથી પોલીસ પણ આ તમામ કિસ્સાઓમાં આંખ આડા કાન કરીને બધુ જેમ ચાલે છે તેમ ચાલવા દે છે.
ગત દિવસે જ સમાચાર હતાં કે શહેરનાં ઓઢવ વિસ્તારમાં ૧૦ પોલીસની ધરપકડ થઇ તેમની પાસેથી ૫૧ બોટલ દારૂ ઝડપાયો હતો. આ ઘટના બાદ પણ પોલીસની આંખ ઉઘડી નથી અને વધુ કે પોલીસ કર્મીનું કારસ્તાન સામે આવ્યુ છે. ફરી એક વખત અમદાવાદનાં બાપુનગર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી ફરજ પર દારૂ પીને પહોચ્યો હતો. તેમજ નશાની હાલતમાં તે જઈ વાન લઇને બહાર નીકળ્યો હતો. હદ ત્યારે થઇ જ્યારે દારૂનાં નશામાં ભાન ભુલેલા આ કોન્સ્ટેબલે જઈ વાન રસ્તા વચ્ચે ઉભી રાખીને ટ્રાફિકજામ સર્જ્યો હતો.
ત્યાં હાજર અન્ય વાહનચાલકે કોન્સ્ટેબલનો વિરોધ કરતાં તે તમામ પર ઉશ્કેરાઇ ગયો હતો. જે બાદ લોકોનાં ટોળાએ તેને ધક્કે ચઢાવ્યો હતો અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો હાલમાં આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જાકે સમગ્ર ઘટનાની જાણ બાપુનગર પોલીસને થતા તેમણે કોન્સ્ટેબલ વિરુદ્ધ ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ બાપુનગર જીંસીએમ કાંટોલિયાએ કોન્સ્ટેબલ વિરુદ્ધ આકરા પગલા લીધા અને તેની ધરપકડ કરી લીધી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"