પાકિસ્તાનમાં જન્મેલી કાશીની બે દીકરીઓને ૨૪ વર્ષે મળી ભારતીય નાગરિકતા

0
24

વારાણસી,તા.૧૫
પાકિસ્તાનમાં જન્મેલી કાશીની બે દીકરીઓ નિદા નસીમ અને મહારુખ નસીમ પહેલીવાર લોકતંત્રના મહાપર્વમાં સામેલ થશે. ચૂંટણી પહેલા તેમને ભારતીય નાગરિકતા મળી ગઈ છે અને મતદાર યાદીમાં નામ પણ સામેલ થઈ ગયા છે. બંને બહેનોની નાગરિકતા માટે તેમનો પરિવાર લગભગ ૨૪ વર્ષો સુધી સંઘર્ષ કરતો હતો. કિયારેક કાગળો પર તેમની નાગરિકતા પાકિસ્તાન સાથે જાડાયેલી હતી પરંતુ આજે તેઓ ભારતીય છે.
કાશીની બંને દીકરીઓનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેમની માતા પાકિસ્તાન અને પિતા ભારતના છે. બંને બહેનો ૧૯૯૫માં માતા-પિતાની સાથે ભારત આવી. નિદાએ જણાવ્યું કે નાગરિકતામાં પાકિસ્તાની લખવું ઘણું તકલીફ ભરેલું હતું અને હવે તેમને ટૂંક સમયમાં પાસપોર્ટ પણ મળી જશે.
નિદા અને માહરુખના પિતા નસીમ અખ્તર ચોકલેટ-બિસ્કિટના વેપારી છે અને નયા પાનદરીબા નિવાસી છે. ૧૯૮૯માં તેમના લગ્ન કરાચીની રહેવાસી શાહીન સાથે થઈ હતી. ૧૯૯૨માં નિદા અને ૧૯૯૫માં માહરૂખનો જન્મ થયો. ૧૯૯૫ બાદ શાહીન વારાણસી આવી ગયો. તેને ૨૦૦૭માં જ ભારતની નાગરિકતા મળી ગઈ. બીજી તરફ, બંને દીકરીઓ ભારતની નાગરિકતા અપાવવા માટે લખનઉ, દિલ્હીના ચક્કર લાગતા રહ્યા.
મોટી બહેન નિદા નસીમ બીએડનો અભ્યાસ કરી રહી છે અને શિક્ષિકા બનવા માંગે છે. તેની સાથે જ માહરૂખ નસીમ બીએચયૂમાં એમ.કોમ ફાઇનલની સ્ટુડન્ટ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY