સુરેન્દ્રનગર,તા.૧૫
સુરેન્દ્રનગરમાં વેપારીએ કપડાના શોરૂમમાં બંધ થઇને જાત જલાવી હતી. દુકાનમાંથી નીકળતા ધૂમાડાને જાઇને લોકોએ દુકાનનું શટર તોડીને સાવ બળીને ખાખ થયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. અને તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જાકે, તેના આપઘાતનું કારણ અકબંધ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં બુધવારે માર્કેટમાં આવેલા કાપડના શો રૂમમાં બંધ થઇને પોતાની જાત જલાવી હતી.
જેના પગલે દુકાનમાંથી ધૂમાડા નીકળતા આસપાસના વેપારીઓએ શટર તોડીને બળેલા વેપારીઓને બહાર કાઢવામાં આવ્યો હતો.
સાથે સાથે પોલીસ અને ફાયરબ્રિગેડ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સની જાણ થતાં તમામ ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. ટીમ દ્વારા ૯૦થી વધારે સળગેલી હાલતમાં યુવકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ઘરેથી ઝઘડો કરીને આવ્યા બાદ યુવકે રિસાઇને આ પગલું ભર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




