વિસનગર,તા.૮
વિસનગર ગાંધીનગર હાઇવે પર આવેલ કડા ગામ આવેલું છે. જ્યાં ફાર્મ હાઉસમાં વિસનગરના દીપરા દરવાજાના રહેવાસી ૪૫ વર્ષીય વિજય પટેલ નામના યુવકે પોતાના જ ખેતરમાં જઈ વેબલી રિવોલ્વરથી માથાના ભાગે ફાયરિંગ કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનામાં જ્યારે રિવોલ્વર ફાયરિંગનો અવાજ થતા આસપાસથી લોકો દોડી આવી તપાસ કરતા યુવકની લાશ ખેતરમાંથી મળી આવી હતી.
પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા યુવક ફાઈનાન્સર હોવાનું અને આર્થિક અકળામણને પગલે રિવોલ્વરથી પોતાના જ માથે ગોળી મારી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. સાથે સાથે પોલીસે મૃતદેહની તપાસ કરતા યુવકના હાથમાંથી રિવોલ્વર અને પેન્ટના પોકેટમાંથી એક ખાલી રિવોલ્વરની ગોળીના કાટીઝ અને બાઇકની ચાવી મળી આવી હતી.
ઘટનાને પગલે પોલીસે મૃતક વિજય પટેલના મોતનું તથ્ય જાણવા સ્થળ પર પંચનામું કરી મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. જાકે આ ઘટનામાં મહત્વનું છે કે અગાઉ ત્રણ મહિના પગેલા પણ મૃતકના પિતાએ ઝેરી ગોળીઓ ગળી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે પુત્રએ પણ ક્યાંકને ક્યાંક ફાયનાન્સના વ્યવસાયમાં આર્થિક અટકણો વચ્ચે જીવ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક તારણ સેવાઈ રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




