વિદ્યાર્થીની ડુપ્લીકેટ હોલ ટીકીટ બનાવી આપનાર ક્લાર્કની ધરપકડ

0
5

વલસાડ,તા.૮
વલસાડમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં એક ગંભીર છબરડો સામે આવ્યો છે. વાપીમાં આવેલી એલ. જી. હરિયા સ્કૂલમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી પાસેથી ડુપ્લીકેટ હોલ ટિકીટ મળી આવી છે. જેના કારણે ભારે હોબાળો થયો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, વલસાડના સરી ગામની લક્ષ્મી વિદ્યાપીઠના ધોરણ-૧૦ના વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો. ત્યારબાદ તે પરીક્ષા ખંડમાં બેઠા બાદ તેની રિસીપની ચકાસણી થતા તેની પાસે રહેલી હોલ ટિકીટ ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ બોર્ડ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીના વાલી અને શાળાના આચાર્યને તાત્કાલિક ધોરણે બોલવવામાં આવ્યા હતા, અને સમગ્ર લોકોને ડુંગરા પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા.
પોલીસે આ ધટનાની તપાસ કરતાં ખુલ્યું હતું કે, વિદ્યાર્થી પાસેથી જે ડુપ્લીકેટ હોલ ટિકીટ મળી આવી હતી તે, શાળાના કલાર્ક દ્વારા બનાવવામાં આવી હતી.
મહત્વનું છે કે, શાળા દ્વારા ધોરણ-૧૦ના વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ભરાયું ન હતું, જેને કારણે કલાર્ક દ્વારા ડુપ્લીકેટ હોલ ટિકીટ બનાવી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનામાં દોષિત કલાર્કની ધરપકડ કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY