વિશ્વ મહિલા બોક્સિંગ : મેરીકોમ સહિત ૪ ભારતીય ક્વાર્ટર ફાઇનલમાં, સરિતાની હાર

0
16

ન્યુ દિલ્હી,તા.૧૯
એમસી મેરીકોમ સહિત ચાર ભારતીય બોક્સરોએ આઈબા વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેરીકોમે પોતાના મેચમાં કઝાકિસ્તાનની એજરિમ કાસેનાએવાને હરાવી હતી. જ્યારે સરિતા દેવીને લાઇટવેટ કેટેગરીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન મેરીકોમે આઈબા ચેમ્પિયનશિપમાં ૪૮ કિલોગ્રામમાં કઝાકિસ્તાનને એજરિમ કાસેનાયેવાને ૫-૦થી પરાજય આપ્યો હતો. મેરીકોમનો આ પ્રથમ મેચ હતો. તેને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ચીનની વૂ યૂ સે સામે થશે. ચીનની આ ખેલાડીએ પહેલા ફિલીપીન્સની જાસી ગાબુઓને પરાજય આપ્યો હતો. મેચ બાદ મેરીકોમે કહ્યું, મને સારો અનુભવ થઈ રહ્યો છે. દબાવ દૂર થઈ ગયો. હું ખુશ છું કે, આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી. જે રીતે દર્શકોનું સમર્થન મળ્યું, તેણે મારી અંદરના ઉત્સાહને બમણો કરી દીધો હતો.
એલ સરિતા દેવીને લાઇટવેટ કેટેગરી (૬૦ કિલો)માં આયર્લેન્ડની કૈલી હૈરિંગટન સામે ૨-૩થી પરાજયનો સામનો કરવો પડ્યો. યૂરોપિયન વિજેતા ૨૮ વર્ષની કેલીની જીતનું કારણ ત્રીજા રાઉન્ડ રહ્યો, જ્યાં આયરિશ બોક્સરે સરિતાને બેકફૂટ પર રાખી હતી. ૩૬ વર્ષની સરિતા પ્રથમ બે રાઉન્ડમાં વિપક્ષી ખેલાડી પર હાવી હતી. સરિતાએ કહ્યું, મને લાગે છે કે હું થોડી દુર્ભાગ્યશાળી રહી. કેટલાક પોઈન્ટ મારા પક્ષમાં ન આવ્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY