દાહોદ,તા.૧૯
સામાન્ય બાબતોમાં માણસ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી દેતો હોય છે. નજીવી બાબતે મનુષ્ય અમુલ્ય જીવનનો અંત આણી દેતો હોય છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે. જેમાં એક દંપતીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પોલીસને આ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેની લાશને નીચે ઉતારીને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં દંપતીની આત્મહત્યા કરવાનું કારણ જાણવા મળ્યું નથી. એટલું જાણવા મળ્યું હતું કે, દંપતીના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. જેમણે અગ્મય કારણોસર આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે દાહોદના દેલસર વિસ્તારમાં આવેલી સરસ્વતીનગર સોસાયટીમાં એક દંપતી પરિવાર સાથે રહે છે. જેણે અગમ્યકારણો સર રવિવારે મોડી રાત્રે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
પરિવારના સભ્ય તેમના રૂમમાં જતા દંપતીની લાશો પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.
બંને દંપતીએ રાતના સમયમાં પંખા સાથે દોરી બાંધીને ગાળાફાંસો ખાધો હતો. આમ કોઇ કારણસર બંનેએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બંનેની લાશને નીચે ઉતારીને આગળી કાર્યવાહી હાથધરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે દંપતીના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. જાકે, બંનેની આત્મહત્યા કરવા પાછળનું સાચું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







