મકાઉ,તા.૧૯
ચીનના આ ટાપુમાં મકાઉ ગ્રાં પ્રિ કાર-રેસમાં જર્મનીની ૧૭ વર્ષની સોફિયા ફ્લારશ્કને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં તેને પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું. તેની કાર ૧૫મા સ્થાને રહેલા મુંબઈના કાર-રેસ ડ્રાઇવર જેહાન દારૂવાલાની કારના પાછલા ભાગ સાથે ટકરાઈ હોવાનું એક વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું.
પછીથી સોફિયાની કાર અત્યંત સ્પીડમાં હોવાને કારણે કાબૂ બહાર થઈ ગઈ હતી અને જાણે હવામાં ઉડીને દૂર ફંગોળાઈ રહી હોય એ રીતે ઉછળી હતી અને જાપાનના શો ત્સુબોઇની કાર સાથે અથહાયા બાદ ફોટોગ્રાફરોના કક્ષમાં જઈને પડી હતી. સોફિયાની કારની ઝડપ અકસ્માત પહેલાં કલાકે ૨૭૬.૨ કિલોમીટર હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



