પાટણ ની ઘટના ના વિરોધ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મચ દ્વારા કલેકર ભરૂચ ને કાલે આવેદન પત્ર અપાશે

0
423
 ભરૂચ :
પાટણના ભાનુભાઇ વણકર (તલાટી) એ પાટણ કલેકટર કચેરી સામે ન્યાય ન મળતા આત્મવિલોપન કરવુ પડ્યુ આવા કમનસીબ બનાવો સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભરૂચ દ્વારા એડવોકેટ છગનભાઇ ગોડીગજબારની આગેવાની હેઠળ આવતી કાલે સોમવાર તા. ૧૯/૦૨/૨૦૧૮ ના રોજ ભરૂચ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવા બપોરે ૧૨ કલાકે કાર્યક્રમ રાખેલ છે જેમાં SC. ST. OBC. સમાજના તમામ આગેવાનો તથા તમામ સંગઠનો તેમજ લોકોને કલેકટર કચેરી ખાતે બપોરે ૧૨ કલાકે હાજર રહેવા અનુરોધ છે. રોજ બરોજના દલિતો પર થતા અર્યાચારોએ માઝામુકી છે જેની સામે જાગૃત થવાની તમામ સમાજે જરૂર છે નહીતો ભાનુભાઇ જેવા બનાવો – ઉના કાંડ, ભીમાંકોરેગાંવ જેવા અત્યાચારો વધતાજ જશે અને આપણી કોઇ જ સલામતી નહી રહે, માંગવાથી હવે નહી મળે તો છીનવી લેવાની તાકાત બતવવી પડશે “જાગો દલિત જાગો” જેથી ભરૂચ કલેકટર કચેરી પાસે પાસે ૧૧:૩૦ વાગ્યે ભેગા થઈ કલેકટર કચેરી જઇ આવેદન પત્ર આપવામા આવશે. જેમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનોરિટી સમાજના લોકોને હાજર રહેવા અપીલ કરવામાં આવે છે. જય ભીમ જય સાવિત્રી ઇન્કલાબ જીંદાબાદ “નિકલો બહાર મકાનો સે જંગ લડો બૈમાનો સે…” રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતી ભરૂચ નટુભાઇ વી.પરમાર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY