પાટણ આત્મવિલોપન : મેવાણીની અટકાયત, રાજ્યમાં દલિતોનું વિરોધ પ્રદર્શન

0
167

ગાંધીનગર,
બે દિવસ પહેલા પાટણની કલેક્ચર કચેરીની બહાર આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મોત બાદ મામલો ગરમાયો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાનુભાઈ વણકરનું શુક્રવારે મોડી સાંજે મોત થયું હતું. જેના બાદ રાજ્યભરના દલિતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. દલિતને ન્યાય આપવાની માંગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગઈકાલે ઊંઝા હાઈવે પર ચક્કાજામ કરાયો હતો. તો આજે દલિત કાર્યકર જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદ-ગાંધીનગર બંધન એલાન આપ્યુ હતું. ત્યારે જીગ્નેશ મેવાણીની સરસપુરથી પોલીસે અટકાયત કરી છે. સારંગપુર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા જતા પહેલા જ જિજ્ઞેશ મેવાણીની અટકાયત કરી લેવાઈ છે. અમદાવાદમાં જિજ્ઞેશ મેવાણી અને અન્ય દલિત કાર્યકર્તાઓની અટકાયત બાદ મામલો બિચક્યો હતો. જેમાં વિરોધ કરનારા ટોળાએ અમદાવાદના વાડજમાં એક કારમાં આગ લગાવી હતી.
મેવાણીએ સારંગપુર ખાતે ડો. બી.આર. આંબેડકરની પ્રતિમા ખાતે એકત્ર થવાની દલિત દેખાવકારોને હાકલ કરી હતી, પરંતુ તેઓ એ સ્થળે પહોંચે એ પહેલા જ પોલીસે સરસપુર ખાતે એમની કારને અટકાવી દીધી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત પોલીસે મેવાણીને અટકમાં લીધા હતા.
દલિત આગેવાન ભાનુભાઈની મૃત્યુ બાદ દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના પડઘા અમદાવાદમાં પણ જાવા મળી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જાડાયા છે. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીની અટકાયત કરવામાં આવી છે.
નૌશાદ સહિત પોલીસે કાર્યકરોની પણ અટકાયત કરી છે. આ તરફ જીજ્ઞેશ મેવાણીની અટકાયતના પડઘા પાટણમાં પડયા છે. પાટણમાં દલીત સમાજની મહિલાઓએ થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. તેની સાથે જ જૂના ગંજ બજાર વિસ્તારમાં ટાયર સળગાવીને ચક્કાજામ પણ કરાયો.
દલિત મહિલાઓએ પાટણના એસપી અને કલેકટરને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. કચ્છના ગાંધીધામાં પણ દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીધામમાં લોકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરીને રસ્તા પર ચક્કાજામ કર્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજ્યભરમાં દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.. ત્યારે મહેસાણાના ઊંઝામાં દલિતો દ્વારા વિરોધ કર્યો છે. મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ કરવામાં આવ્યો છે. મહિલાઓએ રસ્તા પર સૂત્રોચાર કરીને વિરોધ કર્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી-ધંધુકા હાઈવે પાસે દલિત સમાજના લોકોએ વિરોધ કર્યો છે.
રસ્તા પર પથ્થરો મુકીને યુવાનોએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની અટકાયત કરી છે ત્યારે હવે જીજ્ઞેશ મેવાણીની જીજ્ઞેશ મેવાણીની અટકાયતનો ગાંધીનગરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જૂનાગઢના વેરાવળ હાઈવે પર પણ દલિત સમાજના લોકોએ વિરોધ કર્યો છે. દલિત સમાજના લોકોએ સૂત્રોચાર કરીને ચક્કાજામ કરીને વિરોધ કર્યો છે.
જીગ્નેશ મેવાણીની અટકાયતના પડઘા પાટણમાં પડયા છે. પાટણમાં દલીત સમાજની મહિલાઓએ થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આ સાથેજ જૂના ગંજ બજાર વિસ્તારમાં ટાયર સળગાવીને ચક્કાજામ પણ કરાયો તો દલિત મહિલાઓએ પાટણના એસપી અને કલેકટરને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
પોલીસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અટકાયત કરી ત્યારે અટકાયતનો ગાંધીનગરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં જીજ્ઞેશ મેવાણીને મુકત કરવાવા માટે નારા પણ લગાવવામાં આવ્યા છે.
આ તરફ કચ્છના ગાંધીધામમાં પણ દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીધામના લોકો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીધામમાં લોકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરીને રસ્તા પર ચક્કાજામ કર્યો છે. હવે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY