વધુ પડતા સોફ્ટ ડ્રિંક્સ અસ્થમાના ખતરાને વધારે છે : રીસર્ચ

0
106

ન્યુ દિલ્હી,
તા.૨૪/૦૩/૨૦૧૮

યુવાઓમાં સોફ્ટ ડ્રિંક્સનો સૌથી વધુ ક્રેઝ

વધારે પડતા સોફ્ટ ડ્રિંક્સના શોખીન લોકો માટે લાલબત્તિ સમાન અભ્યાસના તારણ સપાટી પર આવ્યાં છે. નવા અભ્યાસમાં જણાવાવમાં આવ્યું છે કે, વધારે પડતાં સોફ્ટ ડ્રિંક્સ અસ્થમાના ખતરાને વધારે છે. આ ઉપરાંત ક્રોનિક અબ્સટ્રક્ટીવ પલમોનરી ડિસીઝ (સીઓપીડી)ને આમંત્રણ આપી શકે છે. યુનિવર્સિટી ઓફ એડીલડના પ્રોફેસર જુમીનસિંહના નેતૃત્વમાં સંશોધકોએ ઘણાં લોકો પર અભ્યાસ કર્યા બાદ આ તારણો આપ્યાં છે. માર્ચ ૨૦૦૮ અને જૂન ૨૦૧૦ વચ્ચેના ગાળામાં દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષ અને વધુ વયના ૧૬૯૦૭ લોકોના કોમ્પ્યુટરની મદદથી ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધા હતા અને સોફ્ટ ડ્રિંક્સના ઉપયોગ અંગે તેમની પાસેથી માહિતી મેળવી હતી.

સોફ્ટ ડ્રિંક્સમાં જે ઘટક તત્વો રહેલા છે તેમાં કોક, લેમોન્ડે, ફ્લેવર્ડ મિનરલ વોટર, પાવર્ડે અને ગેટોર્ડે જેવા ઘટકતત્વો રહેલા છે. પરિણામોમાં જાણવા મળ્યું છે કે, દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ૧૦ પુખ્ત વયના લોકો પૈકી એક દરરોજ અડધા લીટરથી વધુ સોફ્ટ ડ્રિંક્સ પી જાય છે. સોફ્ટ ડ્રિંક્સના વધુ પ્રમાણના સીધા સંબંધ અસ્થમાની વધુ તકો સાથે સંકળાયેલા છે. વધુ સોફ્ટ ડ્રિંક્સ અથવા તો ઓછા સોફ્ટ ડ્રિંક્સના સંબંધ સીધી રીતે રહેલા છે. એકંદરે ૧૩.૩ ટકા લોકો અસ્થમાના શિકાર અભ્યાસમાં નિકળ્યા હતા. જ્યારે દરરોજ અડધા લીટરથી વધુ સોફ્ટ ડ્રિંક્સ પીતા લોકોમાં ૧૫.૬ ટકા લોકો સીઓપીડી સાથે ગ્રસ્ત દેખાયા હતા. અસ્થમા અને સીઓપીડી માટે રેસિયો દરરોજ અડધા લીટરથી વધુ સોફ્ટ ડ્રિંક્સ પીનાર માટે ક્રમશઃ ૧.૨૬ અને ૧.૭૯ જેટલો રહ્યો છે. અભ્યાસના તારણોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જર્નલ રેસ્પરોલોજીમાં અભ્યાસના તારણ આપવામાં આવ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY