અમદાવાદ,તા.૨
રાજ્યભરના એલઈડી બલ્બ, ટ્યૂબલાઈટ અને પંખા ખરીદનારા ગ્રાહકોને હવે સરકારે ઉજાલા યોજનામાં વોરંટી પિરિયડ ઘટાડીને એક વર્ષનો કરી નાખતાં ગ્રાહકો નારાજ છે. ત્રણ વર્ષની વોરંટીવાળા બલ્બ ખરાબ થતાં સરકારે આ વોરંટી મર્યાદા એક વર્ષની કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
રાજ્યભરની વીજ સબ ડિવિઝન કચેરીમાં ઉજાલા બલ્બ ટ્યૂબલાઈટ બદલાવા માટે ગ્રાહકોએ રઝળપાટ કરવી પડતી હોવાની ફરિયાદો વધી રહી છે. વર્ષ ૨૦૦૬થી અમલી બનેલી આ યોજનાનો ૩૦ લાખથી વધુ ગ્રાહકોએ શરૂઆતના તબક્કે લાભ લીધો હતો. હવે જ્યારે વોરંટી મર્યાદાની અંદર બલ્બ કે ટ્યૂબલાઈટ ખરાબ થવા લાગ્યાં ત્યારે એજન્સીઓ સ્ટોક ખલાસ થઈ ગયો છે. એજન્સી બદલાઈ ગઈ છે વગેરે બહાનાં હેઠળ ગ્રાહકોને ધક્કા ખવડાવી હાથ ઊંચા કરી દેતી હોવાની ફરિયાદો વધી રહી છે.
હવે ત્રણ વર્ષની વોરંટીવાળા એલઈડી બલ્બ ખરાબ થવા લાગતાં જ સરકારે વોરંટી પિરિયડ ઘટાડીને એક વર્ષનો કરી દીધો છે. જે તે સબ ડિવિઝન કચેરીમાં જૂનો સ્ટોક હશે ત્યાં સુધી જ ત્રણ વર્ષની વોરંટીવાળા બલ્બ મળશે. ૧લી જાન્યુઆરીથી આ એક વર્ષની મર્યાદા અમલી કરાઈ છે. જેમાં ઉજાલા બલ્બ માટે એક વર્ષ, ટ્યૂબલાઈટ માટે ત્રણ વર્ષ અને પંખા માટે અઢી વર્ષની વોરંટી મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


