વિરમગામના કિરીટભાઈ રાઠોડની મિશન સુરક્ષા પરિષદના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી

0
28

ન્યુઝ.વિરમગામન

મિશન સુરક્ષા પરિષદ એક રાષ્ટ્રીય સામાજિક આંદોલન છે. જે બહુજન હિતો માટે સામાજિક પરિવર્તનનુ કાર્ય કરે છે ત્યારે મિશન સુરક્ષા પરિષદ દ્વારસ અમદાવાદ સર્કિટ હાઉસમાં પ્રદેશ કક્ષાની કારોબારી સમિતિની મિટિંગ મળી હતી, જેમાં વિરમગામના વતની કિરીટ રાઠોડ ની બહુજનો, મહિલા અને વંચિત સમુદાયને અનેક વિધ સેવાઓ આપીને ડૉ. બાબા સાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવા બદલ સન્મામપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મિશન સુરક્ષા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગંગારામ આંબેડકરજી અને રાષ્ટ્રીય મહા સચિવ કિરીટરાજ સોલંકી દ્વારા કિરીટ રાઠોડ ની સરાહનીય કામગીરીને બિરદાવીને તેઓને પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી વિરમગામનું નામ રોશન કરવા બદલન સર્વ સમાજના આગેવાનોએ આવકાર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY