રાજપીપળા સહિત અનેક જિલ્લાઓમાંથી 14 થી વધુ બ્યુટીશિયનોએ ભાગ લીધો હતો.
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખતમાં જ કોર્પોરેટર તરીકેની ચૂંટણીમાં વિજેતા થનાર માહિલા કોર્પોરેટરે રાજપીપળામાં યોજાયેલ બ્રાઇડલ મોડેલની હરીફાઈમાં દ્વિતીય સ્થાન હાંસિલ કરી નર્મદા જિલ્લા સહિત શહેર નું ગૌરવ વધાર્યું છે.
યુકેની હરિવંશની બ્યુટી એકેડમી દ્વારા રાજપીપળા સરદાર ટાઉન હોલમાં બ્રાઇડલ મોડલ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં સુરત,ભરૂચ,બારડોલી, નવસારી,નસવાડી અને રાજપીપળા સહિત અનેક જિલ્લાઓમાંથી આવેલી 14 થી વધુ બ્યુટીશિયનોએ ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં ઓડિયન્સ વોટિંગથી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજપીપળાની ન્યુ લવલી બ્યુટી પાર્લરના ફાલ્ગુની બેન માછીના બ્રાઇડલ મોડેલ એવા રાજપીપળા નગર પાલિકા ભાજપ કોર્પોરેટર કિંજલબેન તડવી એ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




