વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ પર ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયના સ્થાપકે લગાવ્યો ગંભીર આક્ષેપ

0
37

કેવડિયા વિસ્તારમા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીને ભાજપ સરકાર મુકી રહી છે જે અંગે ખુદ મનસુખભાઈ વસાવાએ ફરીયાદ કરી હતી પરંતુ ભાજપ સરકાર ખુદ એમના જ આદિવાસી સાંસદનું સાંભળતી નહિ હોય તો કેવડિયા વિસ્તારના ગરીબોને શું સાંભળશે.?

આ વિસ્તારમાં આવેલા તમામ સરકારી અધિકારીઓની અને તેમના પરિવારના સભ્યોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમા આવ્યા પછી કેટલી સંપત્તિ થઈ તેની તપાસ થવી જોઈએ.

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ધંધો કરી રોજગારી મેળવતા સ્થાનિકોને ફરીથી ઉઠાડી મુકવા મામલે વિવાદ વકર્યો છે.એક તરફ કેવડિયા પોલીસનું કહેવું છે કે અમે નર્મદા કલેકટર અને જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ કામ કરી રહ્યા છે.તો બીજી બાજુ સ્થાનિક આદિવાસી મહિલાઓ એમ કહી રહી છે કે પોલીસ અમારી સાથે દાદાગીરી કરી ઉઠી જવા ધમકી આપી રહી છે.આદિવાસી મહિલાઓએ કેવડિયા પોલીસ અધિકારી વિરુદ્ધ નર્મદા જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી કાર્યવાહી કરવા રજુઆત પણ કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીન નિર્માણ થયા બાદ સ્થાનિકો સાથે પહેલેથી આંદોલન ચલાવી રહેલા ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયના સ્થાપક આદિવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવાએ નર્મદા પોલિસ અને ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.એમણે જણાવ્યું હતું કે કેવડિયામા હાલ બહારથી આવેલાં લોકોના ધંધા બરોબર ચાલે એ માટે સ્થાનિકોને ધંધા કરતાં રોકવા માટે પોલિસને લોભ લાલચ આપી આદિવાસીઓને ડરાવવાનું કામ ચાલે છે. આદિવાસીઓ સરકારની સામે કોર્ટમા ગયાં છે તે કેસો પાછો ખેંચી લે અથવા તેઓ પોતાની જમીનો ગામ છોડી વિસ્થાપિત બની જાય એટલે આ વિસ્તારના આદિવાસી ઓ સાથે રાજય-કેન્દ્રની ભાજપ સરકાર હોય સત્તાના જોરે અધિકારી મારફતે આદિવાસીઓ પર જુલ્મ કરાવી રહી છે.

કેવડિયા વિસ્તારમા ખુદ સરકારના અધિકારીઓ ગેરકાયદેસર રીતે પ્રવાસીઓ પાસેથી પૈસા ઉધરાણું કરે છે, કેવડિયા વિસ્તારમા આવતા સરકારી અધિકારીઓ મહિને લાખો સાઈડ ઈન્કમ કમાઈ રહયાં છે, અધિકારીઓ જમીનો ખરીદી રહયાં છે, આ વિસ્તારમાં આવેલા તમામ સરકારી અધિકારીઓની અને તેમના પરિવારના સભ્યોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમા આવ્યા પછી કેટલી સંપત્તિ બનાવી તેની તપાસ થવી જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની ઉંચી પ્રતિમા સાથે આદિવાસીઓની જમીનો લૂંટવાનું સાધન બની ગયું છે, સરકારી અધિકારીઓ અને નેતાઓના પૈસા કમાવવાનું સાધન બની ગયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમા વધુ પ્રવાસીઓ આવે છે તે બતાવવા ભાજપ અને તેનાં ઉધોગપતિઓ પ્રવાસીઓને સ્પોન્સર કરી કરીને મોકલે છે.સ્કુલ વાળાઓને ફરજ પાડવામાં આવી રહી છે કે તમારી સ્કુલના બાળકોને ફરજિયાત સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવાં લઈ જાવ.સ્ટેચ્યુ ઓફ યુનિટી જાેવા હવે વિદેશી પ્રવાસીઓ નહિવત જ આવે છે.ભાજપનું કામ જ આદિવાસીઓની જમીનો લુંટવાનું છે એટલે આવાં અધિકારીઓને ભાજપજ છાવરે છે. કેવડિયા વિસ્તારમા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીને ભાજપ સરકાર મુકી રહી છે જે અંગે ખુદ મનસુખભાઈ વસાવાએ ફરીયાદ કરી હતી પરંતુ ભાજપ સરકાર ખુદ એમના આદિવાસી સાંસદનું સાંભળતી નહિ હોય તો પછી કેવડિયા વિસ્તારના ગરીબો ને શું સાંભળશે.?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY