લીંબડી સિવિલ હોસ્પીટલમાં RDD અધિકારીની વિઝીટ કરતા હોસ્પીટલ સ્ટાફ ખડેપગે

0
23

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાની સિવિલ હોસ્પીટલ ખાતે RDD એ હોસ્પીટલના દરેક વિભાગમાં વિઝીટ કરી ત્યારે પટાવાળાથી લઇને ડોકટર સહિતનો સ્ટાફ હોસ્પીટલ ખડે પગે જોવા મળેલ અને સ્ટાફને હોસ્પીટલને લગત કામકાજ અને સુવિધાન બાબતે પુછપરછ કરી હતી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં સિવિલ હોસ્પીટલનું અધતન બિલ્ડીંગ આવેલ છે પણ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો નહી હોવાને કારણે લીંબડીની પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે આજે ગાંધીનગર RDD શૈલેષ મકવાણાએ લીંબડી સિવિલ હોસ્પીટલની વિઝીટ કરી હતી ત્યારે હોસ્પીટલ વહિવટી સ્ટાફ, ડોકટરો, તેમજ અન્ય કર્મચારીઓને હોસ્પીટલ લગત પુછપરછ કરી હતી ત્યાર બાદ લીંબડી સિવિલ સર્જન મનિષાબેન, MD ડોકટર ડી.કે.પરમાર  ઇન્ચાર્જ RMO  ડોકટર કે.સી.ઝાલા તેમજ હોસ્પટીલના સ્ટાફને સાથે રાખીને હોસ્પીટલના તમામ ઇમરજન્સી વિભાગ, લેબોરેટરી વિભાગ, આઇ.સી.યુ.વિભાગ, મેઇલ વોર્ડ, ફિમેલ વોર્ડ, પ્રસુતિ વિભાગ, આર્યુવેદ વિભાગ, આયુસ વિભાગ તેમજ વહિવટી વિભાગની વિઝીટ કરી હતી અને વિઝીટ દરમ્યાન વિભાગને લગતી નર્સ સ્ટાફને પોતાની કામગીરી વિશે પુછપરછ કરી પ્રશ્નોતરી કરી શૈલેષ મકવાણાએ માહિતી લીધી હતી તેમજ આવનાર સમયે આ હોસ્પીટલને સ્પેશ્યાલીસ્ટ ડોકટરો કઇ રીતે મળે તે બાબતે ચર્ચા પણ કરી હતી

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY