રાણપુરમાં ૧૭ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકની બદલી રોકાવવા વિદ્યાર્થીઓનું આંદોલન ચોથા દિવસે યથાવત
ધી.જન્મભુમિ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ ચાવડા ની બદલી અટકાવવા છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ શિક્ષણના બહિષ્કારની સાથે આંદોલન કરી રહ્યા છે.
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલી ધી.જન્મભુમિ હાઈસ્કુલમાં ફરજ બજાવતા શિક્ષક વનરાજસિંહ ચાવડાની બદલી થતા અન્ય શાળામાં નહી જવા દેવાના મુદ્દે ધી.જન્મભુમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શિક્ષણકાર્યનો બહિષ્કાર કરી આંદોલન કરી રહ્યા છે.એક વર્ષ અગાઉ પણ વનરાજસિંહ ચાવડાની બદલી પોતાના જ ગામ ખસ ગામે કરવા માંગતા હતા તે વખતે સરકાર દ્વારા આચાર્યની ભરતી સ્થગીત કરવામાં આવી હતી.તે ભરતી ફરી વખત આવતા વિદ્યાર્થીઓ કોઈપણ ભોગે પોતાના શિક્ષકને અન્ય શાળામાં જવાદેવા વિદ્યાર્થીઓ તૈયાર નથી.રાણપુર તાલુકાના ખસ ગામના વનરાજસિંહ ચાવડા છેલ્લા ૧૭ વર્ષથી ધી.જન્મભુમિ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેઓ શાળાની તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ,જ્ઞાન સાથે ગમ્મત,રમત ગમત જ્યારે બે વખત કોન બનેગા કરોડપતી ના શો માં આવેલા વનરાજસિંહ ચાવડા પાસેથી વિદ્યાર્થીઓને જનરલ નોલેજ પણ એટલુ મળે છે જેવી અનેક બાબતોની સફળ કામગીરી કરતા શિક્ષકની બદલી રોકવા શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ છેલ્લા પાંચ દિવસથી શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી શાળાના ૮૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કરતા શિક્ષણજગતમાં અફડાતફડી મચી ગઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે જ્યા સુધી વનરાજસિંહ ચાવડાની બદલી નહી રોકાય ત્યા સુધી શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી આંદોલન ચાલુ રાખવામાં આવશે. જો આગામી દિવસો માં વનરાજસિંહ ચાવડાની બદલી કરવામાં આવશે તો સ્કુલ ને તાળાબંધી કરી સ્કુલની બહાર ભુખ હડતાલ ઉપર પણ બેસવામાં આવશે.એવી વિદ્યાર્થીઓ દ્વારા ચિમકી અપાતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. વનરાજસિંહ ચાવડાને આગામી તારીખ-૨૦.૭.૨૦૧૯ ના રોજ પોતાના વતન ખસ ગામની શાળામાં આચાર્યના હોદ્દા માટેનું ઈન્ટરવ્યુ હોય જે વિદ્યાર્થીઓને જાણ થતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણકાર્ય નો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યુ છે.અને કોઈપણ ભોગે પોતાના શિક્ષક વનરાજસિંહ ચાવડાને અન્ય શાળામાં જવા દેવા વિદ્યાર્થીઓ તૈયાર નથી.
બદલી થશે તો આગામી દિવસોમાં સ્કુલ ને તાળાબંધી કરીશુ:વિદ્યાર્થીઓ
આ બાબતે સ્કુલના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અમારી સ્કુલના શિક્ષક વનરાજસિંહ ચાવડાની બદલી અટકાવવામાં આવે અમને વનરાજસિંહ ચાવડા પાસેથી ઘણુ શીખવા મળે છે અને છો વનરાજસિંહ ચાવડા સ્કુલ છોડીને જતા રહેશે તો અમને આવા શિક્ષક મળવા અઘરા છે.જો વનરાજસિંહ ચાવડાની બદલી નહી અટકાય તો આગામી દિવસોમાં અમે ૮૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ છોડી સ્કુલને તાળાબંધી કરીશુ અને ભુખ હડતાળ પર ઉતરશુ
વતનનો પ્રેમ અને વિદ્યાર્થીનો પ્રેમ વચ્ચે હુ પણ નક્કી નથી કરી શકતો કે મારે હવે શુ કરવુ:વનરાજસિંહ ચાવડા,શિક્ષક
આ અંગે વનરાજસિંહ ચાવડા સાથે રૂબરૂ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ધી.જન્મભુમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ તરફથી ૧૭ વર્ષથી જે મને પ્રેમ અને આદર મળ્યો છે તે મારી કલ્પના બહાર મળ્યો છે.હુ કશુ નવુ તો નથી કરતો પણ છતા જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણ્યા પણ નથી તેઓ પણ મારી બદલીના સમાચાર સાંભળી રડતા નજરે પડ્યા હતા.૧૭ વર્ષથી વતનથી દુર રહી નોકરી કરી છે.હવે વતનની યાદ આવે તે સ્વભાવિક છે.એક તરફ વતન પ્રેમ તો બીજી બાજુ વિદ્યાર્થીની ભાવના હુ પણ નક્કી નથી કરી શકતો કે મારે હવે શુ કરવુ હુ અત્યારે બન્ને બાજુથી નિર્ણય નથી લઈ શકતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





