સુરત,તા.૩૦
જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા મંડળીઓ થકી પશુપાલકોને અપાતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશુપાલકોને અપાતા દૂધના ભાવમાં કિલોફેટ દીઠ રૂપિયા પાંચનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો ૧ ઓક્ટોબર એટલે કે આવતીકાલથી અમલી થશે.દાણના ભાવ વધ્યા બાદ દૂધના ભાવમાં વધારો કરાતાં પશુપાલકોએ રાહતની લાગણી અનુભવી રહ્યાં છે.
અગાઉ ડેરી દ્વારા પશુપાલકોને ભેંસના દૂધા કિલો ફેટ દીઠ રૂપિયા ૬૮૫ ચુકવવામાં આવતાં હતાં જ્યારે હવે નવો ભાવ વધારો અમલી થતાં ૬૯૦ રૂપિયા ચુકવવામાં આવશે. બીજી તરફ ગાયના કિલો ફેટ દીઠ ૬૬૫ રૂપિયા ચુકવવામાં આવતાં હતા જેમાં હવે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવતાં હવે ૬૭૦ રૂપિયા ચુકવવામાં આવશે. મહત્વપૂર્ણ છે એક થોડા સમય અગાઉ જ ગાયના દૂધના કિલો ફેટ દીઠ ૨૦ રૂપિયા વધારો કરવામાં આવેલો પરંતુ તેના થોડા દિવસોમાં દાણની કિંમતો વધતાં પશુપાલકોને કોઈ લાભ મળ્યો નહોતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


