બ્રાહ્મણી ડેમ ચાર વર્ષમાં પહેલીવાર ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

0
33

મોરબી,તા.૩૦
મોરબીમાં હડવદનો બ્રાહ્મણી ૧ ડેમ ચાર વર્ષમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની ૪ હજાર ૫૦ ક્યુસેક જેટલી આવક થઇ છે. જેના પગલે બે વર્ષ સુધી સીંચાઇ તેમજ પીવા માટે ચાલે એટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. મોડી રાત્રે ડેમ ઓવરફ્લો થતા મામલતદાર વિ.કે.સોલંકી દ્વારા નીંચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમા ગોલાસણ, સીરોઇ, સુંદરગઢ, સુર્યનગર, મેરુપર, ટીકર સહિતનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં વરસાદ સારો રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અહી આ વર્ષે એટલો વરસાદ પડયો છે કે પીવાનાં પાણીની તંગી ના બરાબર રહેશે. રાજ્યનાં મોટા ભાગનાં ડેમ ૮૦ ટકાથી વધુ ભરાઇ ચુક્યા હોવાનુ સામે આવી રહ્યુ છે, ત્યારે મોરબીની વાત કરીએ તો અહી હડવદનો બ્રાહ્મણી ૧ ડેમ ચાર વર્ષમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થઇ રહ્યો હોવાનુ પણ સામે આવી રહ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY