સરકારની રાહતો છતાં દેશની આર્થિક હાલત કેમ વધુ કથળતી જાય છે….?

0
11

દેશની આર્થિક ડામાડોળ સ્થિતિને નિવારવા કેન્દ્ર સરકાર એક પછી એક પગલાં ઉઠાવી રહી છે… પરંતુ તેની કોઈ અસર દેશમાં થઈ નથી. કોર્પોરેટ ક્ષેત્રને માટે સરકારે અનેક રાહતો જાહેર કરી અને આપી.તો રીઝર્વ બેક્ને પાંચમીવાર રેપોરેટ ઘટાડયો. છતાં દેશની પરિસ્થિતિ આર્થિક રીતે વધુ બગડતી જઈ રહી છે. આવા સમયે દેશની આર્થિક પરિસ્થિતિ સુધરે તે માટે વડાપ્રધાન મોદીનો અમેરિકાના હાવડી કાર્યક્રમ યોજાયો તેને સફળતા મળી આમ છતાં અમેરિકામાં મોદીનો વિરોધ થયો જે હકીકત છે. શ્રી મોદીજીએ અમેરિકાના રોકાણકારો સાથે ભારતમાં રોકાણ કરે તે માટે બેઠકો કરી અને ભરપુર પ્રયાસો કર્યા… પરંતુ બેઠક સફળ રહી કે કેમ તે તો સમય બતાવશે…. કારણ કે જ્યાં સુધી વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ ન કરે ત્યાં સુધી તે બેઠક ને સફળતા મળી તેમ કહેવું ઘણું જ વહેલું છે. તો હાવડી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીજીના આમંત્રણને માન આપી ટ્રમ્પ તેમાં ઉપસ્થિત રહ્યા. પરંતુ વડાપ્રધાનને જે આશા હતી કે અમેરિકા જીએસટીમાં ભારતનો પુનઃ સમાવેશ કરશે… પરંતુ ટ્રમ્પે એવી કોઈ જાહેરાત ન કરી કે ના ઈશારો આપ્યો.. જ્યારે અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે વર્લ્ડ ઇકોનોમિક સમિટમાં કહ્યું કે ભારત એવો દેશ નથી કે વ્યાપાર ક્ષેત્રે ખાસ રાહતો આપી શકાય કે વિશેષાધિકાર આપી શકાય. જોકે ભારત સાથે મુક્ત વેપારની તરફેણ કરી… પરંતુ જીએસટીમાં સમાવેશ કરવાની વાત કે કોઈ ઈશારો પણ ન આપ્યો… જે ભારત સરકારને માટે વધુ ચિંતાની બાબત છે.
દેશમાં રિઝર્વ બેંકે રેપોરેટ ૦.૨૫ ટકા ઘટાડયો પરંતુ જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ૬.૯ ટકાથી ઘટાડીને ૬.૧ ટકા કર્યો જેની અસરો દેશભરના માર્કેટો, શેર બજાર ઉપર પણ પડી… જેનો અર્થ થાય છે કે દેશમાં જે ૨૦૦૮માં આર્થિક કટોકટી હતી તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિ દેશમાં છે…..! કેન્દ્ર સરકારની જે નીતિ છે તે શ્રીમંતો- ધનપતિઓ ને માટે લાભકારક છે. તો દેશના નફો-ખોટ કરતા તમામ જાહેર સાહસોનું ખાનગીકરણ કરવાની નીતિ છે. જે દેશની આર્થિક સુધારી શકે કે પાટા ઉપર લાવી શકે તેમ નથી…! અને કેન્દ્ર સરકારનું જે મમત્વ છે તે દેશને વધુ પાયમાલ થતા રોકી શકશે નહીં….!! તેવી ગણતરી તજજ્ઞોની છે… ટૂંકમાં સરકારે જે કાઈ રાહતો કોર્પોરેટ ક્ષેત્રને આપી કે લોન આપી તેનાથી કોઈ જ ફાયદો દેશને નથી થયો કે નથી સરકારને….આવી રાહતો કે પગલાથી સરકારની જે ધારણા હતી કે બજારો ધમધમી ઉઠશે પરંતુ તેવુ કાઈજ થયું નથી. જે એક હકીકત છે…..!! અગાઉના લેખમાં અમે દર્શાવ્યું હતું કે માત્ર કોર્પોરેટ ક્ષેત્રને કે મોટા ઉદ્યોગોને લોન કે રાહતો આપવાથી દેશનું અર્થતંત્ર ધબકતું નહીં થાય અને વધુ તકલીફો ઊભી થશે. તે અત્યારે સ્પષ્ટ નજરે તરી આવે છે….!!
ભારતને મિત્ર અમેરિકા દ્વારા જીએસટી નો ફટકો નાનો નથી… તેના કારણે ભારતની નિકાસને બહુ મોટો ફટકો પડયો છે…. તો દેશના બંધ પડેલા કે ડચકા ખાતા ઉધ્યોગો ધમધમતા થયા જ નથી… અને તેની અસર માર્કેટો પર પણ થઈ છે- શેરબજારમાં ભય વ્યાપી ગયો છે. બેંકો ઉપર લોક વિશ્વાસ પુનઃ બેઠો થાય તે માટે આરબીઆઈના ગવર્નરે ખાતાધારકોને બેક્નો મજબૂત હોવાની ખાતરી આપી…. પરંતુ હોજસે ગઈ બુદસે નહીં આતી… ની જેમ જ ગઈ કાલે મુંબઈ સીટી કો.ઓપરેટીવ બેંકનો ભયાનક ધડાકો થયો છે… તેના ૯૧૦૦૦ ખાતાધારકોને હચ મચાવી નાખ્યા છે..બે દિવસ પહેલા પીએનસી બેક્ને લાખો લોકોને દોડતા કરી દેતા હડકંપ મચી ગયો હતો…તેના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડયા છે પરિણામે લોકો આરબીઆઇની ખાતરી ઉપર પણ બેક્નિંગ ક્ષેત્ર પર વિશ્વાસ કરે તેમ નથી…..!! હવે સરકારે દેશની આર્થિક હાલત સુધારવી હોય- મંદી નાથવી હોય અને કોર્પોરેટ ક્ષેત્રને ધમધમતા કરવા હોય તો મમત્વ છોડને ડૉ. મનમોહનસિંહ- રાજન જેવા તજજ્ઞોની સેવા લેવી જરૂરી છે…. નહીતો પછી જમીની સ્તરે જઈને ખેતી ક્ષેત્રને લગતા નાના-મોટા ધંધા-રોજગારને આર્થિક જરૂરી સહાય-મદદ કરે તથા વેપાર ને ધમધમતા કરે તો રોજગારીની ગાડી દોડતી થશે… માર્કેટમાં પૈસા ફરતા થઈ જશે અને તેના થકી કોર્પોરેટ ક્ષેત્ર પણ ગાજતું થઈ જશે…. તે નિશ્ચિંત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY