વલસાડમાં જ્વેલર્સના શૉ-રૂમમાં ૧ કરોડથી વધુના દાગીનાની ચોરી

0
28

વલસાડ,તા.૩૧
વલસાડમાં પારડી ટાઉનમાં ભીલાડવાલા બેંકની બાજુમાં રહેતા પારેખ પરિવારના ઘરની આગળના ભાગે જલારામ જ્વેલર્સના નામે શો રૂમમાં ૧ કરોડથી વધુની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. વલસાડના પારડીના જલારામ જ્વેલર્સમાં અડધીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, અને દુકાનમાં રહેલી જ્વેલરી અને રોડ સાથે સીસીટીવીના ડીવીઆર પર ઉઠાવી ગયા હતા.
આ ઘટના બન્યા બાદ જિલ્લા પોલીસની તમામ એજન્સી બનાવના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આટલી મોટી ચોરીથી ચકચાર મચી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, પારેખ પરિવાર પોતાનો જ્વેલર્સ શો-રૂમ બંધ કરીને ૩ દિવસથી ફરવા ગયો હતો, જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે જોયું કે શો-રૂમમાં તસ્કરોએ ખાતર પાડયું છે. હાલ પારડી પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડના પારડી ટાઉનમાં ભીલાડવાલા બેંકની બાજુમાં રહેતા પારેખ પરિવારના ઘરની આગળના ભાગે જલારામ જ્વેલર્સ નામનો શો રૂમ ચલાવે છે. પારેખ પરિવાર ગુરૂવારથી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર ફરવા ગયો હતો. તે વખતે તસ્કરોએ ઘરના છતનો દરવાજો અને બારીની ગ્રીલ કાપી દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનના શોકેસ અને તિજોરીમાં મુકેલા અંદાજે ૫ કિલો ૪૦૦ ગ્રામ સોનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સોમવારે જ્યારે પારેખ પરિવાર બપોરે ફરીને પરત આવ્યો ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જિલ્લા પોલીસની તમામ એજન્સી બનાવના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આટલી મોટી ચોરીથી ચકચાર મચી જવા પામી છે. પારડી પોલીસે તપાસ કરતા દુકાનના શો કેસ અને સ્ટ્રોંગ રૂમની તિજોરીમાંથી અંદાજે ૫ કિલો ૪૦૦ ગ્રામ સોનાની ચોરી થઇ હોવાનું જણાયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY