ભાવનગર,તા.૩
મહુવા તાલુકાના કોંજલી, કાલેળા સહિતના ગામોમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉના નજીક દરિયામાં એપી સેન્ટર નોંધાયું છે.
૨૦૦૧નો ભૂકંપ જે લોકોએ જોયો છે કે, ૨૦૦૧નાં ભૂકંપની વાત પણ જે લોકોએ સાંભળી હશે, તેનાં માટે તો ફક્ત ભૂકંપ નામ સંભળાતા જ રુવાડા ખડા કરતા દ્રશ્યો સાદર્શ થઇ જાય છે. અને તે સમયે જે ભૂકંપ આવવાની શરુઆતી પ્રક્રિયા હતી, તે જ તર્જ પર હાલ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યા છે. જામનગરમાં છેલ્લા ચાર દિવસથી ધરતી ધ્રુજી રહી હતી, તો આજે આ ધ્રુજારો ભાવનગરનાં લોકો દ્વારા અનુભવાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


