આયુષ્માન ભારત યોજનામાં મોટો ફેરફાર: ૧૧૨ બીમારીઓનાં પેકેજ ખાનગીમાંથી હટાવી સરકારી હોસ્પિટલોમાં જ મળશે

0
5

કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ દેશભરમાં મોટો ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. હવે ૧૧૨ બીમારીઓનાં સારવાર પેકેજ અને ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાંથી હટાવી માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. આ નવી વ્યવસ્થા ૧ ડિસેમ્બરથી લાગુ કરવાની તૈયારી છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (NHA) દ્વારા અગાઉ ૨૩ પેકેજ સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરાયાં હતાં. હવે વધુ ૮૯ પેકેજ આરક્ષિત કરવા માટે તમામ રાજ્યોની સ્વાસ્થ્ય ઓથોરિટીને દિશાનિર્દેશ મોકલવામાં આવ્યા છે. નવી યાદી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS)માં લાગુ કરાશે. જોકે, કયા પેકેજ ખાનગી હોસ્પિટલોમાંથી દૂર કરવા તેનો અંતિમ નિર્ણય રાજ્યો લઈ શકશે.

આ પેકેજોમાં સ્ત્રીરોગ, જનરલ સર્જરી, માનસિક રોગ, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક્સ, કાન-નાક-ગળા અને નેત્રરોગ વિભાગની સારવારનો સમાવેશ થાય છે. હાઈ રિસ્ક ડિલિવરી, લીવરની બીમારી, ગંભીર એનિમિયા, પેન્ક્રિયાટાઈટિસ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, બાયોપ્સી, સિસ્ટ, ફિસ્ટુલા, ગર્ભાશયનું ઓપરેશન, મોતિયાબિંદ, માનસિક વિકાર, એન્ઝાઈટી અને હાડકાના ફ્રેક્ચર જેવી સારવાર પણ આ યાદીમાં સામેલ છે.

ખાનગી હોસ્પિટલો પાછળ થતો સરકારી ખર્ચ ઘટાડવા અને સરકારી આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જણાવાય છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ સહિતનાં રાજ્યોમાં આ વ્યવસ્થા અગાઉથી જ આંશિક રીતે અમલમાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY