*ન કોઈ મૂર્તિ, ન કોઈ પંડિત, ફક્ત સૂર્ય, નદી અને ૩૬ કલાકની તપસ્યા*
*====================*
એક તહેવાર જે બિહારથી નીકળીને આખા ભારતનો થઈ ગયો. ગઈકાલ થી એટલે કે તા.૧૩ નવેમ્બરથી છઠ પૂજા શરૂ થઈ ગઈ છે.તા.૧૬ નવેમ્બર સુધી ચાલતો આ છઠ ઉત્સવ શ્રદ્ધાથી છલકાતો જોવા મળે છે.
એક સમય હતો જ્યારે છઠ ઉત્સવ ની બોલબાલા બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી સીમિત હતી. આજે અમદાવાદ સહિત દેશના દરેક શહેરમાં છઠ ઉત્સવની ઉજવણી જોવા મળે છે.
સાબરમતીના કિનારે, ગંગાના ઘાટ પર, યમુનાના કિનારે, મુંબઈના જુહુ બીચ પર – જ્યાં જ્યાં નદી છે, ત્યાં ત્યાં છઠ ઘાટ સજી ગયો છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના તાજેતરના અહેવાલો અનુસાર, આ તહેવારે દેશભરમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું ઐતિહાસિક બિઝનેસ ટર્નઓવર નોંધાવ્યું છે.
આ મહાપર્વ હવે માત્ર શ્રદ્ધા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે ભારતની ઉત્સવ અર્થવ્યવસ્થાનું સૌથી મોટું ઉદાહરણ બની ગયું છે. આપણી અર્થવ્યવસ્થા ઉત્સવો આધારિત છે, અને છઠ તેનો જીવંત પુરાવો છે.
છઠ પૂજા ઉત્તર ભારતનો એક અનોખો અને પ્રાચીન તહેવાર છે. આ પૂજા મુખ્યત્વે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને નેપાળના કેટલાક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે, પરંતુ તેની લોકપ્રિયતા આખા દેશમાં ફેલાઈ રહી છે.
આ પૂજા સૂર્ય દેવ અને તેમની પત્ની ઉષા – છઠી મૈયાને સમર્પિત છે. આ તહેવાર જીવન આપનાર સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને કૃષિ સમાજમાં તેનું મહત્વ દર્શાવે છે.
વ્રત કરનારાઓ, ખાસ કરીને મહિલાઓ, પરિવારની સુખ-શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે ૩૬ કલાકનું કઠોર ઉપવાસ કરે છે, જેમાં પાણી પણ નથી પીવું. આને નિર્જળા વ્રત કહે છે.
આ પૂજા પ્રકૃતિ સાથે જોડાવા અને પર્યાવરણનું સન્માન કરવાનું પ્રતીક છે. તેમાં કોઈ મૂર્તિ પૂજા નથી, ફક્ત સૂર્યને અર્ધ્ય આપવો. ન કોઈ મોટું મંદિર, ન કોઈ પંડિતની જરૂર. ભક્ત પોતે જ પૂજારી છે.
છઠ પૂજા એક દિવસનો તહેવાર નથી, તે ચાર દિવસની સાધના છે.
દિવસ ૧-નહાય-ખાય (૧૩નવેમ્બર) વ્રતી સ્નાન કરીને શુદ્ધ થાય છે. ઘરની સફાઈ થાય છે. આ દિવસે કદ્દુ ભાત, ચણાની દાળ અને લૌકીની શાક ખવાય છે. મનને શુદ્ધ કરવાનો દિવસ.દિવસ ૨ – ખરના (૧૪ નવેમ્બર):* આખો દિવસ ઉપવાસ. સાંજે સૂર્યાસ્ત પછી ગોળની ખીર, રોટલી અને કેળાનો પ્રસાદ લઈને વ્રત ખોલાય છે. પછી ૩૬ કલાક સુધી પાણી પણ નથી પીવાનું. આ જ સાચી પરીક્ષા છે.દિવસ ૩ – સંધ્યા અર્ધ્ય (૧૫ નવેમ્બર):* આ સૌથી ભવ્ય દિવસ. લાખો લોકો નદી કિનારે ભેગા થાય છે. વાંસની ટોપલીમાં ઠેકુઆ, ફળ, શેરડી, નાળિયેર સજાવીને આથમતા સૂર્યને અર્ધ્ય અપાય છે. આથમતા સૂર્યને પણ પૂજવો, એ ભારતીય સંસ્કૃતિ જ શીખવે છે. જ્યાં દુનિયા ઊગતા સૂર્યને પૂજે છે, ત્યાં છઠ આથમતા સૂર્યને પણ નમન કરે છે.
દિવસ ૪ – ઉષા અર્ધ્ય (૧૬નવેમ્બર) વહેલી સવારે ઊગતા સૂર્યને અર્ધ્ય અપાય છે. ૩૬ કલાકનું વ્રત પૂરું થાય છે. પ્રસાદ વહેંચાય છે. લોકો એકબીજાને ભેટીને છઠની શુભેચ્છા આપે છે.છઠ પૂજાનો ઇતિહાસ પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે.
મહાભારતમાં દ્રૌપદી અને પાંડવોએ રાજ્ય પાછું મેળવવા અને વિજય મેળવવા માટે આ વ્રત કર્યું હતું. કર્ણ પણ સૂર્યના ઉપાસક હતા અને દરરોજ કમર સુધી પાણીમાં ઊભા રહીને સૂર્યને અર્ધ્ય આપતા હતા. એટલે જ કર્ણને દાનવીર કહેવામાં આવે છે, કારણ કે સૂર્યની ઉપાસના કરનારો માણસ ક્યારેય કંજૂસ હોઈ શકે નહીં.
એક કથા અનુસાર,રાજા મહાબલી એ આ તહેવાર શરૂ કર્યો અને પછી મહાભારતના પાત્રોએ તેને પ્રચલિત કર્યો. અન્ય વાર્તા પ્રમાણે, રાજા પ્રિયવ્રતના પુત્રને આ વ્રતથી રોગમુક્તિ મળી હતી.
એટલે છઠ એટલે માત્ર તહેવાર નહીં, તે હજારો વર્ષ જૂની વૈદિક પરંપરા છે.
આ તહેવાર ઉત્તર ભારતમાં ખાસ કરીને બિહાર અને પૂર્વીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે તે ત્યાંની સંસ્કૃતિ અને પરંપરાનો અભિન્ન ભાગ છે.
નદી કિનારે હજારો લોકો એકત્ર થઈને પૂજા કરે છે, જે સમુદાયને જોડે છે. પ્રવાસ અને સ્થળાંતરને કારણે તે અન્ય શહેરો જેમ કે દિલ્હી, મુંબઈમાં પણ ઉજવાય છે.
બિહારી માટે છઠ એટલે ઘરે પાછા ફરવાનું બહાનું. દિવાળીએ ઘરે ન આવી શક્યો હોય તે માણસ છઠે તો ઘરે આવે જ છે. ટ્રેન ફૂલ થઈ જાય છે, પણ મનમાં આનંદ હોય છે કે છઠ મૈયા ઘરે બોલાવે છે.
તેની કઠોર વિધિઓ અને ભક્તિની ભાવના તેને વિશેષ બનાવે છે, અને તે બિહારીઓ માટે તેમની ઓળખનું પ્રતીક છે.જેમ ગુજરાતી માટે નવ રાત્રી છે, તેમ બિહારી માટે છઠ છે.
૫૦,૦૦૦ કરોડનો બિઝનેસ એટલે શું? એટલે લાખો પરિવારોને રોજગાર.
છઠમાં શું વેચાય છે? વિચાર કરો:
વાંસની ટોપલી, સૂપડા – ગામના કારીગરો બનાવે છે-ઠેકુઆ, લડ્ડુ, પ્રસાદ -ગૃહિણીઓ બનાવે છે
-કેળા, શેરડી, નાળિયેર, ફળ – ખેડૂતો વેચે છે-નવા કપડા, સાડી – વેપારીઓ વેચે છે-ફૂલ, દીવા, અગરબત્તી – નાના વેપારીઓ વેચે છે-ટ્રેન, બસ, રિક્ષા – પ્રવાસમાં રોજગાર એટલે છઠ એટલે માત્ર પૂજા નહીં, તે ગરીબ કારીગર, ખેડૂત અને નાના વેપારી માટે દિવાળી છે. આપણા તહેવારો જ આપણું અર્થતંત્ર છે. જ્યાં શ્રદ્ધા છે, ત્યાં રોજગાર છે.
આજે જ્યારે દુનિયા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિકથી પરેશાન છે, ત્યારે છઠ આપણને ત્રણ મહાન પાઠ ભણાવે છે.
પ્રકૃતિને પૂજો:* છઠમાં નદી, સૂર્ય, માટી, ફળ બધું જ ભગવાન છે. નદીને સાફ રાખો, તે જ પૂજા છે.
સ્ત્રી શક્તિને નમન કરો:* છઠનું વ્રત મોટે ભાગે માતાઓ કરે છે. આ તહેવાર કહે છે – ઘરની સ્ત્રી જ ઘરની સાચી શક્તિ છે. તેના ત્યાગ વગર ઘર ચાલતું નથી.
અનુશાસન જ ભક્તિ છે:૩૬ કલાક પાણી વગર રહેવું એ કોઈ સામાન્ય વાત નથી. આ અનુશાસન આજના યુવાનો માટે સૌથી મોટો સંદેશ છે. મોબાઇલના વ્યસનમાંથી મુક્ત થવા માટે પણ આ જ અનુશાસન જોઈએ છે.
જો તમે ક્યારેય જોયું ન હોય તો જરૂર અનુભવો આ તહેવાર ભક્તિ, અનુશાસન અને પ્રકૃતિ પ્રેમનું અદભૂત સંયોજન છે.
જો તમે ક્યારેય છઠ જોયું ન હોય, તો આ વખતે જરૂર અનુભવો. સાંજે નદી કિનારે જાઓ. હજારો દીવા પાણીમાં તરતા હશે, હજારો સ્ત્રીઓ પાણીમાં ઊભી રહીને સૂર્યને અર્ધ્ય આપતી હશે, છઠી મૈયાના ગીતો ગવાતા હશે. તે દૃશ્ય જોઈને આંખમાં આંસુ આવી જશે.
કારણ કે છઠ એટલે માત્ર પૂજા નહીં, છઠ એટલે ભારતની આત્મા.
જય છઠી મૈયા સૂર્યદેવ સૌના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.
યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ થરા તા ઓગડ જિ બનાસકાંઠા 9428678699*
"વંદે માતરમ ,ભારત માતાકી જય"

