ઓગડ તાલુકાના થરા ખારીયા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છેt

0
15

યશપાલસિંહ ટી વાઘેલા થરા*
જાણવા મળતી માહિતી મુજબ ઓગડ તાલુકાના થરા હારીજ રોડ પર આંબલીવાસ અને ખારીયા ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર યુવકનું મોત. પૂરઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.મૃતક યુવાનની ઓળખ કસરા ગામના વશરામ ભાઈ નાગજીભાઈ રાવળ, ઉંમર આશરે ૨૩ વર્ષ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને થરાની જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યી હતો.ઘટનાની જાણ થતા થરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે. બીજી તરફ ૨૩ વર્ષીય યુવાનના અકાળે મોતથી કસરા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY