ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત નહેરુની જન્મજયંતીએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ

0
10

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી નિમિત્તે સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નહેરુના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દેશ માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. દેશની આઝાદીની લડતમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદી બાદ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. દેશના વિકાસ, આધુનિક ભારતના નિર્માણ અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને યાદ કરાયું હતું.

બાળકો પ્રત્યેના અપાર સ્નેહને કારણે તેઓ ‘ચાચા નહેરુ’ તરીકે જાણીતા બન્યા હતા. તેમના જન્મદિવસ 14 નવેમ્બરને દેશમાં બાળદિન તરીકે ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નહેરુના જીવનમૂલ્યો, રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન અને દેશના ઇતિહાસમાં તેમના મહત્ત્વપૂર્ણ સ્થાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY