સુદાનમાં બ્રેડના ભાવ વધતા લોકો રસ્તા પર ઉતર્યાઃ વિરોધ પ્રદર્શન કર્યુ

0
7

ખાર્તૂમ,તા.૧૮
સુદાનની રાજધાની ખાર્તૂમમાં સરકાર વિરોધી પ્રદર્શન દરમયાન બુધવારે એક તબીબ અને એક બાળકનું મોત થયું છે. સરકાર દ્વારા બ્રેડના ભાવ વધારાતા ૧૯ ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. અત્યાર સુધી ઓછામાં ઓછા ૨૬ લોકોના મોત થઈ ચૂક્યા છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ ઉમર અલ બશીરના ત્રણ દાયકાના શાસનમાં વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા છે. જેણે હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળઓની વચ્ચે હિંસક ઝડપ પણ થઈ ચૂકી છે.
માનવાધિકાર સંસ્થાનું કહેવું છે કે, પ્રદર્શન દરમિયાન મારવામાં આવેલ લોકોની સંખ્યા વધુ છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ૪૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્્યા છે અને એક હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુડાની પ્રોફેશનલ એસોસિયેશનના પ્રદર્શનનો હિસ્સો તબીબોની એક સમિતિએ ગુરુવારે એક નિવેદન આપ્યું હતું કે, એક બાળક અને એક તબીબનું મોત થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY