મકરપુરા પાસે ટેમ્પોએ બાઈક સવાર દંપતિ-પુત્રીને હડફેટે લેતાં બાળકીનું મોત

0
13

વડોદરા,તા.૧૩
શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી. ટેમ્પો સ્ટેન્ડ પાસે શનિવારે સવારે મોટર સાઇકલ સવાર દંપતિ અને પુત્રીને ટ્રકે અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં માસુમ બાળકીનું સ્થળ પર મોત નીપજ્યું હતું. દંપતિને ગંભીર ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામ્બુવા બ્રિજ પાસે આવેલા નુર્મ આવાસમાં અજયભાઇ જસુભાઇ સોલંકી (ઉં.વ.૨૭) પત્ની પૂજાબહેન (ઉં.વ.૨૫) અને પુત્રી દક્ષીતા (ઉં.વ.૩) સાથે રહે છે. અજયભાઇ મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરે છે. જ્યારે પૂજા મકરપુરા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઘરકામ કરવા માટે જાય છે.
શનિવારે સવારે રાબેતા મુજબ અજયભાઇ પત્ની અને પુત્રીને પોતાની મોટર સાઇકલ ઉપર લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. રોજની જેમ અજયભાઇ પત્ની પૂજા અને પુત્રી દક્ષીતાને મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ ઉપર છોડી હતી. અને બાદમાં તેઓ નોકરીએ જવા નીકળ્યા હતા.
આજે સવારે જી.આઇ.ડી.સી. ટેમ્પો સ્ટેન્ડ પાસેથી અજયભાઇ પરિવારને લઇ પસાર થતા હતા. તે સમયે પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે તેઓની બાઇકને ટક્કર મારતા ત્રણે ફંગોળાઇ ગયા હતા. જેમાં માસુમ બાળકી દક્ષીતાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે દંપતિને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતાજ ટ્રક ચાલક સ્થળ પર ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત દંપતિને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY