કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાનું ઈબ્રાહિમ હાલેપોત્રા,આદમ ચાકી,મહમદ જુણેજા, અલીમામદ જત વગેરેએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું: વિશાળ જુલૂસ નીકળ્યું

ભુજ કચ્છ: ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ઈદે મિલાદુન્નબીની આજરોજ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઈદની ઉજવણી દરમિયાન વિશાળ જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યુ હતું ત્યારબાદ ખાસરા ગ્રાઉન્ડ ખાતે જુલૂસનો સમાપન કરવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા મુસ્લિમ સમાજ ના આગેવાન અલીમામદ જત અને મહમદ સિધીક જુનેજા દ્વારા હાર પહેરાવીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શણગારેલા ઊટગાડી અને બળદગાડીમાં વાજતે ગાજતે ભિડનાકેથી જુલૂસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જુલૂસનો ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સ્વાગતના કાર્યક્રમ દરમિયાન કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્વાગત ના કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી સાથોસાથ કોમી એકતાનો સંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે યુવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ સર્વે મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી પાઠવી હતી. ઇબ્રાહીમભાઇ હાલેપોત્રાએ યુવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભાવ ભર્યું સ્વાગત કર્યુ હતુ.
ઠેર ઠેર આઈસ્ક્રિમ,ચોકલેટ, કોન,સરબત,લચ્છી,ચા સહિત નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
કચ્છ જીલ્લાના ભુજ ખાતે આજરોજ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મહંમદ સાહેબના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.જુલુસમાં ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આજનો દિવસ મુસ્લિમ સમાજ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે.આજના દિવસ સંદર્ભે દેશની એકતા અને દેશના ભાઈચારો,અમાન માટે ખાસ દુઆ કરી હતી અને ભારતના લોકો ઉપર આવનાર તમામ આફત અને મુસીબત દુર થાય તેવી ભારાપરના મુસ્લિમ લોકોએ દુઆ ફરમાવી હતી.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






